Rajasthan News/ ડ્રાઈવરની બીડીથી ભડકી આગ, 4ના કરૂણ મોત

Rajasthan News : રાજસ્થાનના નીમરાણા (કોટપુતલી-બહરોડ) વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોદામમાં ભયાનક આગ(Fire)ની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો જીવતા સળગી ગયા છે. મૃતકોમાં બે સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. હજુ બે લોકો લાપતા હોવાનું પણ સામે આવ્યું છે. પરફ્યુમની બોટલમાંથી નીકળેલા કેમિકલથી લાગી આગ(Fire) માહિતી […]

Top Stories India
રાજસ્થાનના નીમરાણા (કોટપુતલી-બહરોડ) વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોદામમાં ભયાનક આગ(Fire)ની ઘટના સામે આવી છે

Rajasthan News : રાજસ્થાનના નીમરાણા (કોટપુતલી-બહરોડ) વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોદામમાં ભયાનક આગ(Fire)ની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો જીવતા સળગી ગયા છે. મૃતકોમાં બે સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. હજુ બે લોકો લાપતા હોવાનું પણ સામે આવ્યું છે.

પરફ્યુમની બોટલમાંથી નીકળેલા કેમિકલથી લાગી આગ(Fire)

માહિતી મુજબ, મજૂરો ભંગારમાંથી મળેલી પરફ્યુમની બોટલો તોડી રહ્યા હતા. આ દરમિયાન તેમાંમાંથી જ્વલનશીલ કેમિકલ બહાર આવી રહ્યું હતું. ત્યારે જ ત્યાં આવેલા પિકઅપ વાહનના ડ્રાઈવરે બીડી સળગાવી અને સળગતી દીવાસળી ફેંકી દીધી, જેના કારણે કેમિકલે તરત જ આગ પકડી લીધી.

 ગોદામમાં એક પછી એક 5 વિસ્ફોટ

 

આગ લાગતા જ ગોદામમાં રાખેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં જોરદાર વિસ્ફોટો શરૂ થયા. લગભગ 5 વિસ્ફોટોથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને અફરાતફરી મચી ગઈ. આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને લગભગ 4 કલાક લાગ્યા.

ટીનશેડના પીગળેલા પિલર મજૂરો પર પડ્યા

આગ ફેલાતા લોકો બચવા ભાગ્યા, પરંતુ બે સગીર અને એક મહિલા ગોદામના પાછળના ભાગમાં છુપાઈ ગયા. ભયાનક ગરમીના કારણે ટીનશેડના પિલર પીગળી ગયા અને તેમના પર જ પડી ગયા, જેના કારણે તેઓ જીવતા જ સળગી ગયા.

 મૃતકોની ઓળખ

આ દુર્ઘટનામાં દશરથ (28), રવિદત્ત યાદવ (58), કવિતા (17) અને આરુષી (7)ના મોત થયા છે.

 ગેરકાયદેસર ગોદામ અંગે પહેલેથી ફરિયાદ

 

સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે આ ગેરકાયદેસર ગોદામ અંગે અગાઉ પણ પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

 સમાન ઘટના અગાઉ પણ બની

આ ઘટનાથી 50 કિલોમીટર દૂર ભિવાડીમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગેરકાયદેસર ફેક્ટરીમાં આગ (Fire)લાગતા 7 લોકો જીવતા સળગી ગયા હતા.


આ પણ વાંચો : મણિપુરમાં હવે નાગા-કુકી સમુદાયો વચ્ચે લોહીયાળ જંગ, 3ના મોત અને ગામડાઓમાં આગચંપીથી ફફડાટ

આ પણ વાંચો : માણેકચોકમાં ભીષણ આગથી અફરાતફરી

આ પણ વાંચો : ભરૂચ ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ સાથે આગ, 10થી વધુ કામદારો દાઝ્યા