Not Set/ બોટાદ : મરણ જનાર અને મારનાર બનેં એક યુવતીને કરતા હતા પ્રેમ, પછી થયું આવું

દરેક માણસને પ્રેમ કરવો ગમે છે, પોતાને કોઇ પ્રેમ કરે તે ખુબ ગમે છે પણ પોતાનું કોઇને જો ભૂલથી પ્રેમ કરી બેસે તો…… મરવા મારવા ઉપર માણસ ઉતરી જાય છે અને કંઇ પણ કરી બેસે છે. શું આ ખરેખર પ્રેમ છે ? પ્રેમ ક્યારેક કેવો કરૂણ અંજામ પર આવીને ઉભા કરી દે છે, તે કલ્પના […]

Top Stories Gujarat Others

દરેક માણસને પ્રેમ કરવો ગમે છે, પોતાને કોઇ પ્રેમ કરે તે ખુબ ગમે છે પણ પોતાનું કોઇને જો ભૂલથી પ્રેમ કરી બેસે તો…… મરવા મારવા ઉપર માણસ ઉતરી જાય છે અને કંઇ પણ કરી બેસે છે. શું આ ખરેખર પ્રેમ છે ?

પ્રેમ ક્યારેક કેવો કરૂણ અંજામ પર આવીને ઉભા કરી દે છે, તે કલ્પના શક્તિની પણ પર છે. આજનાં આ ફાસ્ટ ટ્રેક જમાનામાં માણસનો મગજ પણ આવો જ ફાસ્ટ ટ્રેક થઇ ગયો છે અને બલીદાન અને હુંફ કે રક્ષણ કે સંભાળનો પર્યાઇ પ્રેમ આજકાલ દુશ્મન બની ગયો છે. ક્યાંક ઓનર કિલીંગ તો ક્યાંક રીયર કિલીંગનાં પ્રેમ મામલે કિસ્સા વરંવાર બનતા જોવામાં આવે છે.ત્યારે આવા જ પ્રેમનો એક કરૂણ કિસ્સો સામે આવી રહ્યો છે બોટાદમાંથી.

બોટાદનાં બોડી ગામે થોડા દિવસ પહેલા એક યુવાનની હત્યા થઇ હતી. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા યુવકને બેરહમીથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે, હત્યા કોઇ બોથડ પદાર્થ દ્વારા જોર જનુનથી માથાનાં ભાગે ફટકા મારવાથી થઇ છે. પોલીસ પોતાનાં કામમાં લાગી ગઇ અને ગણતરીના દિવસોમાં હત્યારા પોલીસનાં પાંજરે પુરાયા.

પોલીસ દ્વારા પ્રથામિક તપાસ(ઇન્ટ્રોગેશન) કરવામાં આવતા હત્યારાઓએ સ્વાકાર્યુ કે હત્યા લોખંડની પાઈપ મારી કરવામાં આવી હતી. અને હત્યા પાછળનું કારણ હતું મરનાર યુવકનો એક યુવતી સાથેનો પ્રેમ સંબંધ. અને આ હત્યારાઓ કળ્યા યુવતીનો ભાઈ અને યુવતીનો પ્રેમી(બીજો પ્રેમી). જી હા હું નહીં તો તું તો બીલકુલ નહીંની મનોવૃતી આજે આટલી બધી માનવ માનસપટલ પર જોરથી પેસી ગઇ છે કે, દેશની રક્ષાની જેના પર જવાબદારી છે અને તે ભલી ભાતી નીભાવી પણ જાણે છે તેવા આર્મી જવાન પણ આ મનોવૃતીનાં શીકાર ક્યારે બની જાય છે તે ખબર પડતી નથી.

જી હા યુવતીનાં બીજો એક તરફો પ્રેમી આર્મીમેન હોવાનું આવ્યું બહાર છે અને તે જ હત્યા કરનાર મુખ્ય આરોપી પણ છે. તો હત્યામાં સાથ આપનાર યુવતીનો ભાઇ હોવાની વિગતો પણ સામે આવી રહી છે. બોટાડનાં પાળીયાદ પોલીસે બંને આરોપીને ધડપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી કરાશે. પરંતુ યે પ્રેમ આસા, આગ કા દરિયા હે ડુબ કે જાના હે જેવા ક્યાસ સાથે પ્રેમીનો કરુણ અંત થયો, બીજો ઘરાર પ્રેમી જેલમાં પહોંચી ગયો અને યુવતી તો હવે કદાચ જ પ્રેમનું નામ પણ પોતાનાં કાને સાંભળી શકે !!

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.