Surat News/ સુરતમાં ‘ચણીયા ટોળી’નો તરખાટ! સાસુ-વહુ બની જ્વેલર્સમાં ઘૂસી 11 જોડી ઝાંઝરી ચોરી

સુરતના અમરોલીમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી 11 જોડી ચાંદીની ઝાંઝરી ચોરી (Surat Jewellery Shop Theft) કરી હોવાનો આક્ષેપ છે. આશરે રૂ.2 લાખના દાગીનાની ચોરી CCTVમાં કેદ થઈ છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Jewellery Shop Theft: ગ્રાહક બની આવી, ચણીયામાં છુપાવી 11 જોડી ઝાંઝરી!

Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ચાંદીની 11 જોડી ઝાંઝરી ચોરી (Surat Jewellery Shop Theft) કરી હોવાની ઘટના સામે આવી છે. આશરે રૂ.2 લાખની કિંમતના દાગીનાની ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ગ્રાહક બની જ્વેલર્સની દુકાનમાં પહોંચી બે મહિલાઓ

મળતી માહિતી મુજબ, અમરોલીના માનસરોવર સર્કલ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. છાપરાભાઠા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી ઠાકોરભાઈ જીવાભાઈ પારેખ દુકાન સંભાળે છે.ઘટનાના દિવસે વેપારીનો પુત્ર માર્કેટમાં કામ માટે ગયો હતો. દરમિયાન બપોરે આશરે બે વાગ્યાના સમયે 40થી 45 વર્ષની એક મહિલા દુકાનમાં ચાંદીની ઝાંઝરી ખરીદવાના બહાને આવી હતી. થોડા સમય બાદ આશરે 60થી 65 વર્ષની બીજી મહિલા પણ દુકાનમાં પહોંચી હતી.બંને મહિલાઓએ પોતે સાસુ-વહુ હોવાનું વેપારીને જણાવ્યું હતું.

ઝાંઝરીનું માપ લેવાના બહાને વેપારીને વાતોમાં રાખ્યો

બંને મહિલાઓએ ઝાંઝરી પસંદ કરવાની સાથે તેના માપ અંગે વેપારી સાથે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન વેપારીનું ધ્યાન દાગીના બતાવવા અને ગ્રાહકની માંગ પૂરી કરવામાં કેન્દ્રિત રહ્યું હતું.આ તકનો લાભ લઈને મહિલાઓએ ચાંદીની ઝાંઝરીઓ પર હાથ સાફ કર્યો હોવાનો આક્ષેપ છે. CCTV ફૂટેજમાં એક મહિલા ઝાંઝરી લેતી અને બીજી મહિલા તેને પોતાના ચણીયામાં છુપાવતી હોવાની હિલચાલ જોવા મળી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Surat Jewellery Shop Theft: 900 ગ્રામની 11 જોડી ઝાંઝરી લઈ ફરાર

પોલીસ ફરિયાદ મુજબ બંને મહિલાઓ કુલ 11 જોડી ચાંદીની ઝાંઝરી લઈ ગઈ હતી. આ દાગીનાનું કુલ વજન આશરે 900 ગ્રામ હોવાનું અને તેની કિંમત લગભગ રૂ.2 લાખ હોવાનું સામે આવ્યું છે.મહિલાઓ દુકાનમાંથી નીકળી ગયા બાદ થોડા સમય પછી વેપારીના પુત્રે દુકાન પરત આવી દાગીનાનો સ્ટોક તપાસ્યો હતો. સ્ટોકમાં મોટી માત્રામાં ચાંદીના દાગીના ઓછા હોવાનું ધ્યાનમાં આવતા શંકા ઊભી થઈ હતી.

CCTV ચેક કરતાં ચોરીનો ભેદ ખુલ્યો

દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં બંને મહિલાઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં વેપારીને ચોરી (Surat Jewellery Shop Theft) થઈ હોવાની ખાતરી થઈ હતી.આ બાદ ઠાકોરભાઈ પારેખે અમરોલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

ફરિયાદના આધારે અમરોલી પોલીસે બંને અજાણી મહિલાઓ સામે ચોરી (Surat Jewellery Shop Theft) નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને દાગીનાની ચોરી (Surat Jewellery Shop Theft) કરનાર મહિલાઓની આ ઘટનાએ વેપારીઓમાં પણ ચિંતા વધારી છે. દુકાનદારોને અજાણ્યા ગ્રાહકો દ્વારા દાગીના જોતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત આ ઘટનાએ ફરી એક વખત દર્શાવી છે.


આ પણ વાંચો:સુરત નક્ષત્ર સેફ હાઉસ સોનું ચોરી કાંડ: 206 તોલા સોનાની ચોરી પાછળ પિતા-પુત્રો અને લોકર બ્રેકરનું કાવતરું બહાર આવ્યું

આ પણ વાંચો:સુરત સિંગણપોર નક્ષત્ર સેફ વોલ્ટમાં ચોરીની આશંકા, લોકરધારકોમાં હાહાકાર; પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ: 348 સ્માર્ટફોન, 2304 સિમકાર્ડ સાથે મેરઠનો શાતિર ઝડપાયો