IPL 2023ની ફાઈનલ મેચ વરસાદને કારણે રવિવારે રમાઈ શકી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી ફાઇનલ મેચ હવે સોમવારે રમાશે. સોમવાર ફાઈનલ માટે અનામત રાખવામાં આવ્યો હતો. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થવાની હતી. પરંતુ વરસાદે રમત બગાડી હતી. ખેલાડીઓની સાથે દર્શકો પણ લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદ બંધ થયો ન હતો.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
રવિવારે ચેન્નાઈ-ગુજરાતની ફાઈનલ મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. IPLએ આ અંગે ટ્વીટ કર્યું છે. IPLએ એક ટ્વિટમાં લખ્યું, “IPL 2023ની ફાઈનલ આવતીકાલે, 29 મે (આરક્ષિત દિવસ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.” આજની ટિકિટ આવતીકાલ માટે પણ માન્ય રહેશે. અમે તમને તેને સુરક્ષિત રાખવા વિનંતી કરીએ છીએ. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ફાઈનલ મેચ રિઝર્વ ડે પર રમાશે. IPLએ ફાઈનલને લઈને ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે. વરસાદથી પ્રભાવિત મેચોમાં ઓવર કાપવામાં આવે છે. જો 11 વાગ્યા પહેલા વરસાદ બંધ થઈ ગયો હોત તો મેચ શરૂ થઈ શકી હોત. મેચ 5-5 ઓવરની પણ બની શકી હોત. જો આ ન હોત તો સુપર ઓવર પણ શક્ય હતું. પરંતુ વરસાદ ચાલુ રહ્યો હતો. આ કારણોસર, તેને અનામત દિવસ પર ખસેડવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ માટે બીજો દિવસ આરક્ષિત છે.
