Surat News: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસે મોબાઈલ ચોરી અને તેના સ્પેરપાર્ટ્સના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા મોટા રેકેટ (Surat Mobile Theft Racket)નો પર્દાફાશ કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મેરઠના રહેવાસી અને હાલ લિંબાયતમાં રહેતા કામીલ ઉર્ફે કલીમ સલીમ મલિક (32)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2,304 સિમકાર્ડ, 327 મેમરી કાર્ડ, 88 બેટરી અને એક મોપેડ સહિત કુલ અંદાજે ₹8.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્થાનિક ચોરો પાસેથી મોબાઈલ ખરીદી સ્પેરપાર્ટ્સ અલગ કરતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ભંગારના વ્યવસાયની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ (Surat Mobile Theft Racket) ચલાવતો હતો.તે શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિય સ્થાનિક ચોરો પાસેથી સસ્તા ભાવે ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ખરીદતો હતો. ત્યારબાદ પોતાના ઘરે મોબાઈલના કેમેરા, ડિસ્પ્લે, મધરબોર્ડ, બેટરી, સિમકાર્ડ અને અન્ય સ્પેરપાર્ટ્સ અલગ કરીને વેચાણ માટે તૈયાર કરતો હતો. આ રીત અપનાવવાથી મોબાઈલની ઓળખ અને ટ્રેકિંગ મુશ્કેલ બને તેવી પોલીસને શંકા છે.

Surat Mobile Theft Racket: દિલ્હીના કબાડી માર્કેટ સાથે કનેક્શન
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મોબાઈલના સ્પેરપાર્ટ્સ દિલ્હીના ઓલ્ડ સીલમપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં બેઠેલા ખરીદદારોને વેચતો હતો.પોલીસના જણાવ્યા મુજબ, આ પાર્ટ્સનો ઉપયોગ અન્ય મોબાઈલ રિપેર કરવા ઉપરાંત ગેરકાયદે (Surat Mobile Theft Racket) પ્રવૃત્તિઓમાં થતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિમકાર્ડ અને મેમરી કાર્ડના ચોંકાવનારા ભાવ
પોલીસ તપાસ દરમિયાન વેચાણના દર પણ સામે આવ્યા હતા.
મેમરી કાર્ડ: ₹10 પ્રતિ પીસ
સિમકાર્ડ: ₹4,000 પ્રતિ કિલો
મધરબોર્ડ, બેટરી અને મોબાઈલ પાર્ટ્સ: ₹500થી ₹1,500 પ્રતિ પીસ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આ ગેરકાયદે ધંધાથી દર મહિને નોંધપાત્ર નફો કમાતો હતો.
CEIR પોર્ટલથી ચોરીના મોબાઈલ ટ્રેસ
જપ્ત કરાયેલા 348 મોબાઈલમાંથી સાત ફોન કાર્યરત હાલતમાં મળી આવ્યા હતા. તેમાંના બે મોબાઈલ CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર ચકાસતા ચોરીના હોવાનું સામે આવ્યું.એક મોબાઈલ સુરત નજીકના કડોદરા વિસ્તારમાંથી અને બીજો ઓડિશાના કોરાપુટ વિસ્તારથી ચોરાયેલો હોવાનું જાણવા મળ્યું છે.બાકીના મોબાઈલ અને સિમકાર્ડ અંગે પણ પોલીસ વધુ માહિતી મેળવી રહી છે.
સ્થાનિક અને દિલ્હીના સાગરીતોની શોધ
આ કેસમાં પોલીસે સુરતના કેટલાક શંકાસ્પદ મોબાઈલ ચોરો તેમજ દિલ્હીના ખરીદદારોની ઓળખ કરી છે.હાલ લિંબાયત પોલીસ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. સાથે જ આરોપીનો ઉત્તર પ્રદેશમાં ગુનાહિત ઇતિહાસ પણ ચકાસવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં કતારગામ પોલીસે રિક્ષામાં બેસાડી મોબાઈલ ચોરી કરતી બે ગેંગને પકડી, 40થી વધુ મોબાઈલ કર્યા જપ્ત
આ પણ વાંચો:સુરતમાં મોબાઈલ ચોર પોલીસ સંકજામાં : આ રીતે કરતો હતો મોબાઈલ ચોરી
આ પણ વાંચો:ચોરીનો મોબાઈલ વેંચવા આવેલા લોકોએ તિક્ષ્ણ હથિયારો ઝીંકીને કરી યુવકની હત્યા
