Gujarat/ તહેવારો પર કોરોનાનું ગ્રહણ, દશેરા પર જલેબી-ફાફડાના વેપારીઓને થશે મોટી અસર

ભારતભરની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો ઘટ્યા છે, પરંતુ દેશના લોકોને કોરોના મહામાંરીમાંથી છુટકારો મળવો હજી પણ દુર છે. આ સમયે સરકારે પણ દિવાળી, નવરાત્રી સહિતના તહેવારો મનાવવા

Top Stories Gujarat Others

ભારતભરની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો ઘટ્યા છે, પરંતુ દેશના લોકોને કોરોના મહામાંરીમાંથી છુટકારો મળવો હજી પણ દુર છે. આ સમયે સરકારે પણ દિવાળી, નવરાત્રી સહિતના તહેવારો મનાવવા પર પ્રતિબંધ મુક્યો છે, જેના કારણે મોટા ભાગના લોકોને આર્થિક તંગીનો ઓન સામનો કરવો પડ્યો છે.

આ સમયમાં સરકારે દશેરાના દિવસે રાવણદહનની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં દશેરા પહેલા મળતા ફાફડા-જલેબીના ઓર્ડર પર પણ માઠી અસર પડી છે. મોંઘવારી અને કોરોનાને કારણે વેપારીઓની ઘરાકી પર પણ મોટી અસર પડી છે.
નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાયા હતો, ત્યારબાદ હવે સરકારે આ દશેરાએ દુકાનોની બહાર જાહેરમાં ફાફડા અને જલેબી ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે મીઠાઇ અને ફરસાણ એસોસિએશનને ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપી છે અને આ સમયે સાવચેતી રાખવા દુકાનો પર થતી ભીડને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરાવવા આ નિર્ણય લેવાયો છે.

કોરોનાના કારણે 400 કરોડના ફાફડા-જલેબીના વેપાર પર થશે અસર

રાજ્યમાં દશેરા દિવસે ફાફડા-જલેબીના વેપારની મોટી આશાઓ વેપારીઓને હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આ વેપાર પર પણ કોરોના ગ્રહણ લાગ્યું છે. એક અંદાજ મુજબ, દર વર્ષે દશેરા પર ગુજરાતમાં લોકો 400થી 500 કરોડના ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગી જતા હતા. પરંતુ આ વખતે કોરોનાકાળ અને નિયમો ઉપરાંત આર્થિક તંગીને કારણે ધંધો 200 કરોડની આસપાસ રહેવાની આશંકા છે. કોરોનાના ડરથી ઘણા લોકો બહાર નીકળવાના નથી. તેથી 50 ટકા ધંધો થાય તેવી શક્યતા નથી.