Recruitment/ PSIની ભરતી માટે પસંદગીનું કટ ઓફ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું

પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1નું અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે

Top Stories Gujarat

રાજ્યમાં પોલીસ  પસંદગી યાદીનું કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે. PSI ભરતી માટે કામચલાઉ કટ ઓફ લિસ્ટ વેબસાઈટ www.psirbgujarat2022.in પર અપલોડ કરવામાં આવ્યું છે.આ માહિતી આઇપીએસ વિકાસ સહાય દ્વારા ટ્વિટ કરવામાં આવી છે.

 

 

પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1નું અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે.  વેબસાઇટ પર જણાવ્યા અનુસાર જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.