દુર્ઘટના/ નડિયાદમાં ગણેશ પંડાલમાં વીજ કંરટ લાગવાથી બે યુવકોના મોત,એક ઇજાગ્રસ્ત

નડિયાદના પીજ રોડ વિસ્તારના પંડાલમાં એક દુર્ઘટના સામે આવી છે,પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવકોને કંરટ લાગ્યો હતો

Top Stories Gujarat
  • નડિયાદમાં પીજ રોડના ગણેશ પંડાલમાં બની ધટના
  • તાડપત્રી લગાવતી વખતે 3 યુવકોને લાગ્યો કરંટ
  • વીજ કરંટ લાગતા બે યુવકોના મોત.
  • સાર્વજનિક ગણેશ મહોત્સવનું હતું આયોજન
  • 11 કે.વીનો વાયર માથાના ભાગે અડકી જતાં બની ઘટના

દેશમાં આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે, ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં માટે તાડમાર તૈયારીઓ ભક્તો કરી રહ્યા છે,એવામાં નડિયાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદના પીજ રોડ વિસ્તારના પંડાલમાં એક દુર્ઘટના સામે આવી છે,પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવકોને કંરટ લાગ્યો હતો ,જેમાંથી બે યુવકોના મોત નિપજયા છેો, જ્યારે એક વ્યક્તિનું આબાદ બચાવ થયો છે.

ઉલ્લેખનીય છે નડિયાદના પીજ વિસ્તારમાં ગણશે ચતુર્થીના તહેવારની તાડમાર તૈયારી કરેલા યુવકોને વીજ કંરટ લાગ્યો હતો, આ લોકો પંડાલને શણગારવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનના 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી જતાં આ બનાવ બન્યો હતો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.