Anand News/ ગંભીરામાં‘ગંભીર’બેદરકારી! 10 ફૂટની ઊંચાઈએથી શ્રમિક પટકાતાં ગંભીર રીતે ઘાયલ!

આણંદના ગંભીરા પાસે મહીસાગર નદી પર બની રહેલા Gambhira Bridge પરથી શ્રમિક પટકાયો. સુરક્ષાના સાધનોના અભાવે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ

Top Stories Gujarat Others
Gambhira Bridge

Anand Gambhira Bridge Accident: આણંદ જિલ્લાના ગંભીરા પાસે મહીસાગર નદી પર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજના કોલમ પર કામ કરી રહેલો એક શ્રમિક અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. આ ઘટનાએ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સેન્ટિંગનું કામ કરતી વખતે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ગંભીરા પાસે મહીસાગર નદી પર નવા બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંગળવારે બપોરના સમયે બ્રિજના કોલમ પર સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક સમતુલા ખોરવાતા મૂળ બિહારનો વતની જુલફર ખાન નામનો શ્રમિક અંદાજે 10 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Gambhira Bridge

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી?

આ અકસ્માતે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સલામતી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આટલી ઊંચાઈ પર જોખમી કામ કરી રહેલા શ્રમિકો પાસે હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ (સલામતી પટ્ટો) જેવા અનિવાર્ય સાધનો પણ ઉપલબ્ધ નહોતા. સરકારી ગાઇડલાઇન મુજબ ઊંચાઈ પર કામ કરતા કામદારોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી જે-તે એજન્સીની હોય છે, તેમ છતાં અહીં સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને બેદરકારીપૂર્વક કામ કરાવવામાં આવતું હોવાનું સ્પષ્ટ જણાય છે.

Gambhira Bridgeની જૂની યાદો તાજી થઈ

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025 માં ગંભીરાનો જૂનો બ્રિજ (Gambhira Bridge) ધરાશાયી થવાની ગોઝારી ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે નવા બ્રિજના નિર્માણમાં પણ આવી બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં બ્રિજોની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન: વાડજના ઓવરબ્રિજની હાલત બગડી

આ પણ વાંચો: લ્યો બોલો; અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે

આ પણ વાંચો:હેરિટેજ સિટીના દરવાજા સમાન સુભાષ બ્રિજમાં તિરાડો દેખાઈ