Rajkot News: રાજકોટ (Rajkot)માં ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા (Mahendra Padaliya) વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ (Viral letter) થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા હતા અને પોલીસને છબી ખરડવા મામલે આરોપીને શોધવાની ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ (Rajkot)માં છેલ્લા ઘણાં સમયથી નેતાઓના નામે ભ્રષ્ટાચાર (Corruption)ના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. પ્રશાસન, તંત્ર પાસેથી હપ્તા વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ મામલે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પોતાના પરના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું કે એવી શંકા છે કે આ પત્ર અમારા પક્ષના લોકો અથવા કોઈ બીજાએ ઈર્ષ્યા અને નફરતથી લખ્યો છે. નગરપાલિકાના કાર્યકાળ દરમિયાન પણ, આવા જ આરોપો લગાવતા અનામી પત્રો વાયરલ થયા હતા. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જેના માટે મેં પત્ર વાયરલ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે એસપીને નકલ સાથે વિનંતી સુપરત કરી છે. મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
અગાઉ રાજકોટમાં જીલ્લા નવા પ્રમુખ ચૂંટાયા હતા ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો હતો. લેટર વાયરલ થતા પોલીસે ભાજપના જ આગેવાનોને પકડ્યાં હતા. માહિતી મુજબ અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને ટોર્ચર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે જીલ્લા ભાજપના આગેવાનોને ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCTV પણ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચો:અમરેલી લેટરકાંડ: પાયલ ગોટી મામલે પ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર
