Amreli News/ અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગૃહમંત્રી નિવેદન કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો શા માટે કોઈની સામે કાર્યવાહી નહી કરવામાં આવી?

Top Stories Gujarat
Beginners guide to 2025 03 20T230212.489 અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Amreli News : અમરેલી લેટરકાંડ શમવાનું નામ લેતો નથી અને ફરી ગાજ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.  જેમાં ગૃહરાજ્યમંત્રીએ આપેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડાયું છે. ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યું છે. પાયલ ગોટીને નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવાય તેવી માંગ કરી.અમરેલી લેટરકાંડ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

રાજ્ય ગૃહમંત્રીના વિધાનસભા આપેલ નિવેદન અંગે પત્ર લખ્યો છે. પ્રતાપ દુધાતે કહ્યું કે, લેટર કાંડ મુદ્દે દીકરીને ન્યાય અપાવવાના બદલે મોરલ ડાઉન કરાયું છે. ‘ચોર નો ભાઈ માસિયાઈ ચોર’ જેવી સ્થિતિનું નિર્માણ ગૃહ મંત્રીએ આપેલા નિવેદનમાં કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરે છે. ગૃહમંત્રીએ આપેલા નિવેદન કૌશિક વેંકરીયાને ફસાવવાનું ષડયંત્ર હોય તો, ગુજરાત અને અમરેલીની જનતાના સવાલ છે કે, પ્રતાપ દૂધાતે કહ્યું કે, તમામના નાર્કોટેસ્ટ થવા જોઈએ.

ગૃહમંત્રી નિવેદન કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો શા માટે કોઈની સામે કાર્યવાહી નહી કરવામાં આવી? પ્રકરણમાં ચિઠ્ઠીના ચાકર જેવા કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરાયા છે. એફએસએલ રિપોર્ટ શા માટે જાહેર કરવામાં આવ્યો નથી. કરેલી કાર્યવાહી અંગેનું શ્વેત પત્ર બહાર પાડવામાં આવે. ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકા ઘાસ અને લીંબુ બતાવવાના પ્રયત્નો ગુજરાતના ડીજીપી મારફત ગુજરાત કરવામાં આવી રહ્યાં છે.

તેમણે આક્ષેપ લગાવ્યા કે, ગૃહમંત્રીના રાજમાં ગુજરાતમાં બળાત્કારના બનાવો બને છે, બહેન દીકરીઓ સલામત નથી. જે લોકો પર આક્ષેપ થયા છે એના તમામના નાર્કોટેસ્ટ થવા જોઈએ. અમે જુઠ્ઠા હોઈએ તો અમારો પણ નાર્કોટેસ્ટ થવો જોઈએ. મોટી માછલીઓને છાવરવામાં નહી આવે. પાયલ ગોટીને નિષ્પક્ષ રીતે ન્યાય અપાવવા વિનંતી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય

આ પણ વાંચો: ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને પગલે વિવાદ