Heart attack-Youth death/ ગરબે રમતા-રમતા પછી હવે બસમાં જ અમદાવાદના યુવાનને હાર્ટએટેક

અમદાવાદમાં પણ હર્ષ સંઘવી નામના યુવાનનું મોત થયું છે. ખાનપુરમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.

Top Stories Gujarat

અમદાવાદઃ ‘દિન જવાની કે ચાર યાર પ્યાર કિયે જા’ આ ગીત Heart Attack-Youth death રાજેશ ખન્નાની ફિલ્મનું છે અને તેના પર જ તેનું ફિલ્માંકન થયું છે. પણ હાલમાં ગુજરાતમાં યુવાનોને જે રીતે હાર્ટ એટેક આવી રહ્યા છે તે જોતાં જાણે આ ગીત એકદમ તેના પર ફિટ બેસી ગયું છે.

રાજ્યમાં યુવાનોના જે રીતે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે તે જોતાં તો એવું જ લાગે છે કે હવે જવાની ખરેખર ચાર જ દિવસની છે. હજી ગઇકાલે જામનગર એક યુવાન ગરબે રમતારમતા મૃત્યુ પામ્યો. હવે અમદાવાદમાં પણ હર્ષ સંઘવી Heart Attack-Youth death નામના યુવાનનું મોત થયું છે. ખાનપુરમાં હર્ષ સંઘવી નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે.

29 વર્ષનો આ યુવાન હર્ષ સંઘવી બે દિવસ માટે રાજસ્થાનના પ્રવાસે ગયો હતો. તે સમયે તે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને બસમાં જ હાર્ટએટેક આવતા તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ યુવક પરિણીત છે અને તેને બે વર્ષની દીકરી પણ છે.

આમ એક સ્ત્રીએ તેનો પતિ ગુમાવ્યો અને બે વર્ષની બાળકે Heart Attack-Youth death પિતા ગુમાવ્યા. આ યુવક વેપારી હતો અને તે ઘરેથી જ બધુ કામ કરતો હતો. અમદાવાદ જ નહીં ભાવનગરમાં રહેતો 32 વર્ષનો યુવાન પણ રેશનિંગ કાર્ડની લાઇનમાં હતો ઊભો હતો ત્યારે ત્યાં જ તેને હાર્ટએટેક આવતા તે ત્યાં ઊભાને ઊભા ઢળી પડ્યો હતો. આમ રાજ્યમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટએટેકથી થયા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ યુવાનના મોત થયા હતા.

આ પણ વાંચોઃ Rajkot Match/ ભેજવાળા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટમાં રમાશે ત્રીજી મેચ

આ પણ વાંચોઃ Accident/ મથુરામાં ટ્રેન દુર્ઘટના, ટ્રેક છોડીને પ્લેટફોર્મ પર ચઢી રેલગાડી, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ PM Modi-Developmentwork/ છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી