Gandhinagar News/ જીમમાંથી ₹1.95 લાખનું INBODY મશીન ચોરી, બે આરોપી ઝડપાયા; OLX પર ₹1.50 લાખમાં વેચ્યું

ગાંધીનગરના સેક્ટર-11ના જીમમાંથી ₹1.95 લાખનું INBODY 260 મશીન ચોરી (Gym Machine Theft) કરવાના કેસમાં LCBએ બે આરોપીઓને ઝડપી લીધા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gym Machine Theft: ₹1.95 લાખનું INBODY મશીન ચોરીને OLX પર મૂક્યું, હૈદરાબાદમાં ₹1.50 લાખમાં સોદો

Gandhinagar News: શહેરના સેક્ટર-11 વિસ્તારમાં આવેલા એક જીમમાંથી લાખોની કિંમતનું મશીન ચોરી (Gym Machine Theft) કરવાના કેસનો ગાંધીનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ડુપ્લીકેટ ચાવી બનાવી જીમમાં પ્રવેશ કરી ₹1.95 લાખની કિંમતનું INBODY 260 મશીન ચોરી કરવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે સંડોવાયેલી એક મહિલા પોલીસની પકડથી બહાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચોરી બાદ મશીનને OLX પર વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું અને હૈદરાબાદના એક ખરીદદારને આશરે ₹1.50 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું.

Gym Machine Theft: જીમ બંધ થયા બાદ બીજા દિવસે મશીન ગાયબ

મળતી માહિતી મુજબ, સેક્ટર-29માં રહેતા અને K 91 Fitness Gymના સંચાલક યશ કારાણીએ જીમ બંધ કર્યા બાદ બીજા દિવસે સવારે તપાસ કરતાં INBODY 260 મશીન ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ચોરી (Gym Machine Theft)ની ઘટના વધુ ચોંકાવનારી એટલા માટે બની કે જીમનો દરવાજો કે તાળું તૂટેલું નહોતું. જેથી જીમ સંચાલકે CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં ચહેરા પર રૂમાલ બાંધીને આવેલા એક યુવક અને યુવતી નજરે પડ્યા હતા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ અગાઉથી જીમની ડુપ્લીકેટ ચાવી તૈયાર કરાવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે આ ચાવીનો ઉપયોગ કરીને જીમનું લોક ખોલ્યું અને અંદરથી મોંઘું મશીન ચોરી (Gym Machine Theft) કરી ફરાર થઈ ગયા હતા.

OLX પર જાહેરાત મૂકી હૈદરાબાદમાં મશીન વેચ્યું

ગાંધીનગર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન પોલીસને જૂનાગઢના રહેવાસી રાજેશ દેવાણંદભાઈ સોલંકી અને વેરાવળના રહેવાસી ક્રિષ્ના નરેન્દ્રભાઈ મુરબીયા અંગે માહિતી મળી હતી. પોલીસે બંનેને ઝડપી લઈ પૂછપરછ કરતાં ચોરી (Gym Machine Theft)ના કેસમાં મહત્વની વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર રાજેશે ચોરાયેલું INBODY મશીન OLX એપ્લિકેશન મારફતે હૈદરાબાદના એક વ્યક્તિને ₹1.50 લાખમાં વેચ્યું હોવાની કબૂલાત કરી હતી. મશીન વેચાણની રકમ આરોપીએ પોતાના PhonePe એકાઉન્ટમાં મેળવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બે આરોપીની ધરપકડ, મહિલા સાગરીત હજુ વોન્ટેડ

પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી આશરે ₹10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાના આયોજનમાં સાથે હોવાનો આક્ષેપ ધરાવતી મહિલા સાગરીત વિભૂતિબેન વિજયભાઈ ઝાલા, રહે. સવની, વેરાવળ, પોલીસની પકડથી બહાર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હવે આ ગેંગ દ્વારા અગાઉ પણ આવી જ રીતે અન્ય કોઈ ચોરી (Gym Machine Theft) કરવામાં આવી છે કે કેમ અને ચોરીના મશીનની હેરફેરમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં તસ્કરોનો આતંક, સેક્ટર-2માં NRIના બંધ બંગલામાંથી 50 લાખની ચોરી

આ પણ વાંચો:IPL ફાઈનલ પહેલા ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી, પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો:અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ્સ બાઈકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે શખ્સ ઝડપાયા