Gujarat News/ મુંબઈથી 1.26 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો લઈને આવનારા બે નાઈજીરીયન વાપીમાં ઝડપાયા

મુંબઈમાં ચાચુ નામના શખ્સે માદક પદાર્થનો આ જથ્થો વાપી મોકલવા માટે આપ્યો હતો

Top Stories Gujarat Breaking News

Gujarat News : સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે બે નાઈજીરીયન શખ્સો ટેક્સી પાસિંગ કારમાં મુંબઈ નાલાસોપારા ખાતેતી ડ્રગ્સનો જથ્થો લઈને વાપી ખાતે કરમબેલા નેશનલ હાઈવે તરફ આવવાના છે.જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં ભિલાડ તરફથી બે નાઈજીરીયન શખ્સો સફેદ કલરની હુંડાઈ કારમાં કરમબેલા નેશનલ હાઈવે પાસે ઓવરબ્રિજ નીચે આવીને ઉભા રહ્યા હતા. આથી પોલીસે તેમને અટકાવ્યા હતા.

પુછપરછમાં તેમના નામ કેલીચીફ એજે ફ્રાન્સીસ, મુબંઈ નાલાસોપારા અને મુળ નાઈજીરાયોનો રહેવાસી તથા નાઈજીરીયાના વતની અને નાલાસોપારામાં રહેતા અકીમવાનમી તાઈવો ડેવિડ હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં તેમની પાસેથી પ્રતિબંધિત માદક પદાર્થ AMPHETAMINE AND METHAMPHETAMINE ડ્રગ્સ મળી આવ્યું હતું. 252 ગ્રામ અને 14 મિલી ગ્રામ વજનના આ ડ્રગ્સના જથ્થાની કિંમત 1,26,07,000 હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તે સિવાય આરોપીઓ પાસેથી રૂ.5,200 રોકડા, બે મોબાઈલ વગેરે પણ કબજે કરવામાં આવ્યા હતા.પુછપરછમાં આરોપીઓએ પોલીસને જણાવ્યું હું કે મુંબઈમાં ચાચુ નામના શખ્સે માદક પદાર્થનો આ જથ્થો વાપી મોકલવા માટે આપ્યો હતો. પોલીસે હવે વાપીમાં આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે. આરોપી કેલીચીફ અગાઉ 2022માં પણ મુંબઈ નજીકના થાણેમાં આવેલા મુંબ્રામાં પકડાયો હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાની જૂનાગઢ જેલમાંથી મુક્ત આજે બપોરે ઉના સેશન કોર્ટે આપ્યા જામીન જેલ મુક્તિ બાદ કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું નિવેદન હું ઘરે નહીં બેસું સામાજિક કાર્ય

આ પણ વાંચો: ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને પગલે વિવાદ