Gujarat/ એક સાથે ગુજરાત માં બે વરસાદી સિસ્ટમ સક્રિય

જાણો કયા જિલ્લામાં છે વરસાદની આગાહી

Top Stories Gujarat

Gujarat News : આગામી 5 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભાવનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રથત્રાના દિવસે રાજ્યમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેવામાં આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફને લઈને હવામાન વિભાગે 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો આપવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં આવતીકાલથી હળવાથી મધ્યમધારે વરસાદ પડવાની સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા

આ પણ વાંચો:ડીસામાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર ‘તેમના રાજકુમારે OBC સમાજનું અપનામ કર્યું’