Not Set/ બનાસ નદી ગાંડી તૂર, કિનારે આવેલા 13 ગામોને કરાયા એલર્ટ, તંત્ર સાબદું

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસ નદી ગાંડી તૂર જોવામાં આવી રહી છે. નદી ભયજનક સપાટીએ વહી રહી હોવાનાં કારણે બનાસનાં કિનારે આવેલા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન માં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસ નદી ગાંડી તૂર જોવામાં આવી રહી છે. નદી ભયજનક સપાટીએ વહી રહી હોવાનાં કારણે બનાસનાં કિનારે આવેલા 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે

ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન માં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં માઉન્ટ અને સિરોહી વિસ્તારમાં 24 કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. જેને કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. માઉન્ટ વિસ્તારમાં થયેલા વરસાદ નું પાણી બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં આવે છે. જેથી બનાસનદી પણ ગઇકાલ સવારથી જ બે કાંઠે વહેવા લાગી છે. ત્યારે હજુ પણ ભારે વરસાદના પગલે બનાસ નદીમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી અમીરગઢ પાસે બનાસનદીકાંઠાનાં નીચાણવાળા વિસ્તારનાં 13 ગામના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી પાસે ન જવા, નદીમા નાહવા ન પડવા, તેમજ જો પાણીનું જળસ્તર વધે અથવા તો કોઈ ગામમાં પાણી ઘુસી જાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 2015 અને 2017 માં આવેલા ભારે પૂરનાં કારણે પણ આ વિસ્તારનાં લોકોને મોટું નુકસાન થયું હતું ત્યારે આ વખતે ફરીથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને નુકસાન ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે 13 ગામોના સરપંચો અને લોકોને જાગૃત કરવામાં આવે છે. તો સાથે સાથે સરકારી તંત્ર પણ સાબદું થઇ ગયું છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.