New York News: અમેરિકા (USA)ના મેનહટન (Manhattan)માં ન્યૂયોર્ક (New York)ના હડસન નદી (Hudson river)માં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી (Jersey city) વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને પાંચ જણનો સ્પેનિશ પરિવારનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતા કહ્યું કે, “વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે.”
સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરાયેલા વીડિયોમાં હેલિકોપ્ટર (Helicopter crash) સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું જોવા મળે છે. અકસ્માત સમયે આકાશ વાદળછાયું હતું, અને પવન 10 થી 15 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. હળવો વરસાદ પડવાની શક્યતા હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે કામ કરી રહ્યું છે.
Hudson River helicopter crash, as an engineer the amount of single points of failure in a helicopter scares the shit out of me.pic.twitter.com/fHyGJ0ZaZb
— ✪ Evil Tean ✪ (@vileTexan) April 10, 2025
ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શી બ્રુસ વોલે જણાવ્યું કે તેમણે હેલિકોપ્ટરને હવામાં તૂટતું જોયું. હેલિકોપ્ટર પડી ગયું ત્યારે પ્રોપેલર ફરતું હતું અને તે હલતું નહોતું. અન્ય એક સાક્ષી, ડેની હોર્બિયાક, જર્સી સિટીમાં તેના ઘરે હતી ત્યારે તેણે જોરથી અવાજ સાંભળ્યો. જ્યારે મેં બારીમાંથી બહાર જોયું તો હેલિકોપ્ટર (Helicopter) અનેક ટુકડાઓમાં નદીમાં પડી ગયું. અન્ય એક સાક્ષી લેસ્લી કામાચોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર પાણીમાં અથડાય તે પહેલાં અનિયંત્રિત રીતે ફરતું હતું અને ધુમાડો છોડતું હતું.
આ પણ વાંચો:કન્નૌજમાં મોટી દુર્ઘટના, રેલ્વે સ્ટેશન પર ટ્રેક્ટર પડ્યું, 35 મજૂરો કાટમાળ નીચે દટાયા
આ પણ વાંચો:લખનઉમાં 3 માળની ઈમારત પડી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, 3ના મોત
આ પણ વાંચો:કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
