Gandhinagar News : એક મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ ગાંધીનગરના સેક્ટર 24માંથી મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 24 માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો, અને લાશ અંદર હતી.
ગાંધીનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલા પોલીસમાં ફરજ બજાવે છે. તે અમદાવાદ પોલીસ શાહીબાગ પોલીસ મથકમાં કાર્યરત છે. ગાંધીનગર પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.મૃત્યુ પાછળ ના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, નગ્ન અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો.
યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં યુવતીની હત્યા થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવતી અમદાવાદ શાહીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.પોલીસ એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ કરી રહી છે. હાલ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:મહેશ લાંગા કેસ: EDની GST કૌભાંડનો તપાસનો દોર IAS સુધી પહોંચ્યો
આ પણ વાંચો:EDએ પત્રકાર મહેશ લાંગાની કરી ધરપકડ, કોર્ટે લાંગાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ પણ વાંચો:અમદાવાદમાં જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ
