New Delhi News/ “જો ડર ગયા વો મર ગયા” દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બંધ કરવા પર TMC સાંસદ મહુઆ મોઇત્રાનો કટાક્ષ

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને કારણે 57 મેટ્રો સ્ટેશન બંધ રાખવાના પોલીસ પ્રસ્તાવ પર TMC સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)એ ‘શોલે’ ફિલ્મનો ડાયલોગ ટાંકીને PM મોદી અને અમિત શાહ પર કટાક્ષ કર્યો છે.

Top Stories India
Mahua Moitra ને યાદ આવ્યો ગબ્બર

New Delhi :દિલ્હીમાં સીજેપીના પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર અનેક મેટ્રો સ્ટેશન બંધ રાખવાની અપીલ કરી છે. આ મામલે ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)એ બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘શોલે’ના ‘ગબ્બર સિંહ’ના ડાયલોગનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે. તેમણે એક્સ (X) પર લખ્યું છે કે- ‘જે ડરી ગયો સમજો મરી ગયો.’

‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો દ્વારા 10 ઓક્ટોબરે મોટા પાયે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ભીડ ભેગી થવાની આશંકાએ પોલીસે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (Delhi Metro Rail Corporation) ને શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી લઈને શનિવાર સુધી 57 મેટ્રો સ્ટેશન બંધ રાખવા અથવા ત્યાંથી ટ્રેનોની આવનજાવન નિયંત્રિત કરવા માટે અનુરોધ કર્યો છે. પોલીસના આ કડક પગલા સામે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ આક્રમક પ્રતિક્રિયા આપી છે.

NARENDRA MODI

મેટ્રોના સંચાલન અંગેની પત્રિકા પર Mahua Moitra નો કટાક્ષ

મહુઆ મોઇત્રાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ‘શું આજ રાત્રે 9 વાગ્યાથી જ? હાહાહા. જે ડરી ગયો સમજો મરી ગયો.’ ટીએમસી સાંસદે તેમની આ પોસ્ટમાં દિલ્હી પોલીસ (Delhi Police)ના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાન્સપોર્ટ રેન્જ) રજનીશ ગુપ્તા દ્વારા ડીએમઆરસીને મોકલવામાં આવેલો પત્ર પણ શેર કર્યો છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.

57 મેટ્રો સ્ટેશન બંધ રાખવાની ભલામણ

કોકરોચ જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઓક્ટોબરે જંતર-મંતર પર પ્રસ્તાવિત પ્રદર્શનને લઈને આ પ્રતિબંધોની ભલામણ કરાઈ છે. બંધ રાખવાની ભલામણ કરાયેલા 57 સ્ટેશનોમાં જનપથ, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ, રાજીવ ચોક, મંડી હાઉસ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, ઇન્દ્રપ્રસ્થ, કશ્મીરી ગેટ, ચાંદની ચોક, આઈએનએ, હૌઝ ખાસ, આઝાદપુર, જામિયા મિલિયા ઇસ્લામિયા, શાહીન બાગ, વેલકમ અને રોહિણી પશ્ચિમ જેવા મુખ્ય સ્ટેશનો સામેલ છે.

MAHUAAMOITRA

CEC પ્રદર્શનને લઈને તંત્ર એલર્ટ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર મતદાર યાદીના વિશેષ ગાઢ પુનરીક્ષણ (SIR) ની આડમાં મતદાર યાદીમાં ગરબડ કરવાનો અને મતદાર નોંધણીના મુખ્ય દસ્તાવેજ ‘ફોર્મ 6’ માં ફેરફાર કરવા માટે બે સહયોગી ચૂંટણી કમિશનરોની આપત્તિને બાજુ પર મૂકવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.


આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીની નજર હવે ગુજરાત પર? અભિજીત દીપકેના એક સવાલથી કેમ ઉઠી ચર્ચા

આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ પેજ બ્લોક, સ્થાપક અભિજિત દીપકે નારાજગી વ્યક્ત કરી

આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીએ BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાનું રાજીનામું માંગ્યું