Ahmedabad News/ નાસીરનગર ડિમોલિશન કેસ: SMC કમિશ્નરને લઈને હાઇકોર્ટની કડક ટિપ્પણી, ‘અધિકારીઓને હાથ ન લગાવી શકાય?’

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસ (Nasirnagar Demolition Case)માં ગુજરાત હાઇકોર્ટે SMC કમિશ્નરના હોદ્દા, તપાસની નિષ્પક્ષતા અને અસરગ્રસ્તોના પુનર્વસન મુદ્દે રાજ્ય સરકારને મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Nasirnagar Demolition Case: 'રાજ્યની કેવી ઈમેજ ઊભી થાય?' SMC કમિશ્નરને લઈને હાઇકોર્ટના સવાલો

Ahmedabad News: સુરતના નાસીરનગર ડિમોલિશન કેસ (Nasirnagar Demolition Case)માં ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC)ના કમિશ્નરના હોદ્દા અને તપાસ પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. 26 અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મામલે ગંભીરતાથી વિચારવા જણાવ્યું હતું.

કોર્ટે પૂછ્યું કે, જો SMC કમિશ્નર હાલ પણ પોતાના હોદ્દા પર છે તો શું તે તપાસમાં કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરી શકે? કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે, કમિશ્નરને ઊંચા હોદ્દા પર બેસાડવો રાજ્યનો નિર્ણય હોઈ શકે, પરંતુ તેનાથી રાજ્યની કેવી છાપ ઊભી થાય તે પણ મહત્વનો મુદ્દો છે.

Nasirnagar Demolition Case: રાજ્ય તરફથી ઉચ્ચસ્તરીય તપાસનું આશ્વાસન

સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતા સરકારી વકીલે જણાવ્યું કે, રાજ્ય સરકારે બે વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ નિષ્પક્ષ રીતે તપાસ કરીને નિર્ધારિત સમયમર્યાદામાં અહેવાલ રજૂ કરશે.સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે, 60 દિવસની સમયમર્યાદામાંથી 10 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તપાસ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે.

હાઇકોર્ટે તપાસની સ્વતંત્રતા અંગે વ્યક્ત કરી ચિંતા

કોર્ટે પૂછ્યું કે, જો કમિશ્નર પોતાના હોદ્દા પર જ રહેશે તો શું તપાસ પ્રભાવિત નહીં થાય? સાથે જ કોર્ટે એ પણ સૂચન કર્યું કે, તપાસ સમિતિમાં પોલીસના વરિષ્ઠ અધિકારીનો પણ સમાવેશ થવો જોઈએ કે નહીં, તે અંગે રાજ્ય વિચાર કરી શકે.કોર્ટે વધુમાં કહ્યું કે, અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે અને તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય, તો તે યોગ્ય સ્થિતિ નથી.

પુનર્વસનના મુદ્દાને પ્રાથમિકતા

સુનાવણી દરમિયાન અરજદારોના વકીલે ડિમોલિશન (Nasirnagar Demolition Case)થી પ્રભાવિત પરિવારોના પુનર્વસનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી.કોર્ટે પણ આ મુદ્દાને મહત્વનો ગણાવી અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અંગે રાજ્ય સરકારને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.

જમીનની માલિકી અંગે પણ ચર્ચા

અરજદારો દ્વારા કોર્ટમાં બે સેલ ડીડ રજૂ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો કે જ્યાં ડિમોલિશન (Nasirnagar Demolition Case) થયું તે જમીન ખાનગી માલિકીની હતી.જમીન માલિક તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે, વર્ષો પહેલાં રોડલાઇન માટે જમીનનો એક ભાગ મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો હતો.આ દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો રોડલાઇન પર દબાણ હોય તો પણ કાયદાકીય પ્રક્રિયા અને નોટિસ વિના ડિમોલિશન કરવું યોગ્ય નથી.

રાજ્યનો પક્ષ

એડવોકેટ જનરલે કોર્ટમાં દલીલ કરી કે, કાયદાની કેટલીક જોગવાઈઓ હેઠળ ચોક્કસ સંજોગોમાં પૂર્વ નોટિસ વિના પણ દબાણ દૂર કરી શકાય છે.રાજ્ય સરકારે જણાવ્યું કે, મૂળરૂપે ડિમાર્કેશન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ડિમોલિશન (Nasirnagar Demolition Case) થતાં સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી બની હતી.

સુનાવણી દરમિયાન અન્ય મુદ્દાઓ પણ ચર્ચામાં

સુનાવણી દરમિયાન એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કોર્ટ સમક્ષ રજૂ કરેલી ચેટ અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય તરફથી જણાવાયું કે, કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો ઉપરાંત પણ અનેક મુદ્દાઓ તપાસ હેઠળ છે.હાઇકોર્ટે રાજ્યને કર્મચારીઓ પર યોગ્ય નિયંત્રણ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.હાલ કેસની સુનાવણી ચાલુ છે અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત તપાસ સમિતિના અહેવાલ તેમજ પુનર્વસનની પ્રક્રિયા પર આગામી સુનાવણીમાં વધુ ચર્ચા થવાની શક્યતા છે.


આ પણ વાંચો:Nasirnagar Demolition Caseમાં હાઈકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમ: કોર્ટે કહ્યું, ‘કોર્ટની આંખમાં ધૂળ ન નાખો’

આ પણ વાંચો:સુરત નાસીરનગર ડિમોલિશન કેસ: સસ્પેન્ડેડ એન્જિનિયરની હાઇકોર્ટમાં અરજી, મ્યુનિસિપલ કમિશનર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:સુરત નાસીરનગર ડિમોલિશન કેસ :સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં WhatsApp ચેટ્સ રજૂ કરી કમિશનરના આદેશનો કર્યો દાવો