VADODRA NEWS/ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈએ રજા જાહેર

Vadodara Rain Alert: IMDના રેડ એલર્ટ બાદ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટે 31 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આંગણવાડીથી લઈને શાળાઓ, ITI અને કોલેજો સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

Top Stories Gujarat Vadodara
Vadodara Rain Alert: 31 જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ

Vadodra News: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Vadodara Rain Alert) જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત વરસાદી પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયાએ 31 જુલાઈના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Vadodara Rain Alert: આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

Vadodara Rain Alert: 31 જુલાઈએ શૈક્ષણિક કાર્ય બંધ

જિલ્લા પ્રશાસનના આદેશ મુજબ વડોદરા શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ(School Holiday Gujarat) , ITI, સરકારી અને બિનસરકારી કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 31 જુલાઈએ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને અપાઈ પ્રાથમિકતા

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વરસાદને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

BNSS કલમ 163 હેઠળ જાહેર થયો આદેશ

જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ સત્તાવાર હુકમ જાહેર કર્યો છે. આ આદેશનો અમલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે.

નિયમનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જાહેર કરાયેલા આદેશનું પાલન ન કરનાર વ્યક્તિ અથવા સંસ્થા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ સંસ્થાઓને આદેશનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ માટે તંત્ર એલર્ટ મોડ પર છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી તાંડવની આગાહી, 48 કલાક ભારે; 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 14 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; આસામમાં પૂરથી 78ના મોત

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં વરસાદી કહેર: હિમાચલમાં એક જ પરિવારના પાંચનાં મોત, કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂર, અનેક રાજ્યોમાં ભારે નુકસાન