રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 185 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે સજ્યમાં કુલ કેસનો આંકડો 8,21,844 ઉપર પહોચ્યો છે. અત્યાર સુધીમાં 10,032 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 651 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
8,06,193 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,109 છે.
અત્યાર સુધીમાં 2,20,68,302 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,96,382 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 38 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 38 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 11 કેસ, જ્યારે ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 8 કેસ અને ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે



