Gujarat Weather:ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં જ તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે,જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવથી (Heatwave) લઈને સીવિયર હીટવેવ સુધીની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે રાજ્યમાં સૌથી વધુ છે અને છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
હવામાન વિભાગ અનુસાર 11થી 13 માર્ચ સુધી ગુજરાતમાં હીટવેવથી (Heatwave) સીવિયર હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે, ત્યારબાદ તેમાં ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે.રાજકોટ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક આંતરિક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની (Heatwave) સ્થિતિ
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ વગેરેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ સાથે જ સુરત, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભાવનગર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે હીટવેવની (Heatwave) સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 38થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39–40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.દીવમાં માર્ચ મહિનાની ગરમીએ (Heatwave) 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.રાજકોટમાં 42°C સાથે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.સમગ્ર રાજ્યમાં માર્ચમાં સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ દરિયાઈ પવનોની અસર ઓછી થતાં ગરમી વધી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
