Health News: ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાનનો સમય દરેક મહિલા માટે ખાસ હોય છે. આજકાલ કારકિર્દી અને મોડા લગ્નના કારણે ઘણી મહિલાઓ 40 વર્ષની ઉંમરે ફેમિલી પ્લાનિંગ (Family Planning) વિશે વિચારે છે. ઘણી મહિલાઓના મનમાં વિચાર આવે છે કે શું 40 વર્ષ પછી ગર્ભ ધારણ (Conceive) કરી શકાય?
આજકાલ લોકોની જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા લોકો નાની ઉંમરે લગ્ન કરીને ફેમિલી પ્લાનિંગ કરતા હતા, પરંતુ અત્યારના સમયમાં લોકો પહેલા કારકિર્દી પર ધ્યાન આપે છે. શહેરમાં છોકરીઓ મોડા લગ્ન કરે છે તે સિવાય લગ્ન પછી મોડા બાળકને જન્મ આપવાનું વિચારે છે. આજકાલ મહિલાઓ 40 વર્ષની ઉંમર પછી ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. પરંતુ શું 40 વર્ષની ઉંમર પછી ગર્ભ ધારણ કરી શકાય? આવો જાણીએ નિષ્ણાત શું કહે છે.
શું 40 વર્ષ બાદ ગર્ભ ધારણ કરી શકાય?
એક રિપોર્ટ અનુસાર 40 વર્ષની ઉંમર પછી ગર્ભ ધારણ થઇ શકે છે. જ્યાં સુધી તમારા પિરિયડ્સ (માસિક) આવી રહ્યા છે તમે કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકો છો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 40 વર્ષની ઉંમર પછી ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થઇ શકે છે અને 40 વર્ષની ઉંમર પછી મિસકેરેજ (ગર્ભપાત) થવાની શક્યતા પણ વધારે રહેલી હોય છે.
40 વર્ષની ઉંમરે કેટલા ઈંડા હોય છે
છોકરીનો જન્મ થતા તેના ગર્ભાશયમાં 10 થી 20 લાખ ઈંડા હોય છે. તરુણાવસ્થા સુધી છોકરીના શરીરમાં 3 થી 4 લાખ ઈંડા હોય છે, તરુણાવસ્થામાં પહોંચ્યા પછી દર મહિને લગભગ 10 હજાર ઈંડા નષ્ટ પામે છે. 40 વર્ષની ઉંમર સુધી 20 હજાર ઈંડા જ બચે છે. મેનોપોઝ (Menopause) દરમિયાન બધા ઈંડા નષ્ટ થઇ જાય છે. 20 હજાર ઈંડાની સંખ્યા ઓછી હોય છે જેના કારણે 40 વર્ષની ઉંમર પછી ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થઇ શકે છે.
40 વર્ષ બાદ ગર્ભ ધારણ કરવા શું કરવું જોઈએ
40 વર્ષ બાદ ગર્ભ ધારણ કરવા માટે સ્વસ્થ આહાર લો. જો તમે ધૂમ્રપાન (Smoking) કે ડ્રીંક કરો છો તો છોડી દો, સ્વસ્થ આહાર લેવાથી ઈંડાની ગુણવત્તામાં સુધારો થઇ શકે છે જેનાથી ગર્ભ ધારણ કરવાની શક્યતાઓ વધી શકે છે. આ સિવાય તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.
આ પણ વાંચો:શું બ્રેસ્ટ કેન્સર પછી ગર્ભાવસ્થામાં સમસ્યાઓ છે? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ વાંચો:ગર્ભનિરોધક દવાઓ હૃદય રોગ અને સ્ટ્રોકનું કારણ બની શકે છે! સંશોધનમાં આવ્યું સામે
આ પણ વાંચો:ડિલિવરી દરમિયાન હાર્ટ એટેક, માતા અને બાળકનું મોત, આ વિસ્તારની સગર્ભા મહિલાઓ ડરી