Not Set/ દેશના પ્રધાનમંત્રી ચોકીદાર નહિ પણ ભાગીદાર છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. બુધવારે શરુ થયેલા મોનસૂન સત્રમાં TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સ્પીકરે મંજુરી આપી હતી, ત્યારે શુક્રવારે વર્તમાન ભાજપ સરકારને વોટિંગની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું છે. જોકે આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને સંબોધી હતી. સંસદમાં પોતાનું […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. બુધવારે શરુ થયેલા મોનસૂન સત્રમાં TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સ્પીકરે મંજુરી આપી હતી, ત્યારે શુક્રવારે વર્તમાન ભાજપ સરકારને વોટિંગની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું છે.

જોકે આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને સંબોધી હતી. સંસદમાં પોતાનું સંબોધન આપતા તેઓએ વર્તમાન મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો હતો.

તેઓએ પીએમ મોદી પર નિશાન સાધતા તેઓને “દેશના પ્રધાનમંત્રી ચોકીદાર નહિ પણ ભાગીદાર” ગણાવ્યા હતા.

રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાનું સંબોધન આપતા કહ્યું, 

ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું નથી.

પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે.

PMએ સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

PM એ ચીનને કહ્યું ડોકલામનો મુદ્દો નહીં ઉઠાવીએ.

ખેડૂતોને મળ્યો ન્યાય નથી.

PM  મારી સાથે આંખ મિલાવી વાત નથી કરી શકતા.

PM એ કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર છું, પરંતુ દેશની જનતા સમજી ગઈ મોદીજી ચોકીદાર નહીં ભાગીદાર છે.

સંરક્ષણ મંત્રીએ દેશની જનતાને જુઠું કહ્યું છે.

PM ના દબાણને કારણે સંરક્ષણ મંત્રી ખોટું બોલ્યાં છે.

રાફેલ ડીલની કિંમત સંરક્ષણ મંત્રીએ જણાવી ન હતી.

મોદી સરકારે વિચાર કર્યા વગર નોટબંધી કરી હતી.

જુઠાણાથી દલિત, ખેડૂતો અને સામાન્ય લોકો ત્રસ્ત થઇ ગયા છે.

GSTના કારણે નાના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે.

જીએસટી કોંગ્રેસ લાવી હતી અને જયારે મોદી સીએમ હતા ત્યારે જીએસટીનો વિરોધ કર્યો હતો.

નોટબંધીથી વેપારીઓને નુકશાન થયું છે.

ચાઈના ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ યુવાનોને રોજગારી આપે છે, પરંતુ તમે ૨૪ કલાકમાં માત્ર ૪૦૦ યુવાનોને રોજગારી આપી રહ્યા છો.

૨૦૧૫-૧૬માં ૪ લાખ યુવાનોને જ નોકરી મળી હતી.

રોજગારી પર કહેવાય છે કે ભજિયાં બનાવો.

સૌના એકાઉન્ટમાં લાખો રૂપિયાની વાત કરી હતી, કેટલા લોકોના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા.