Twitter/ ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક,ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ પર આપી માહિતી

આજે ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું  છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.

Top Stories Gujarat

ભારતમાં વિદેશી હેકરો સક્રીય થઇ ગયા છે. આજે ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું  છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ કે, ગુજરાત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સૂચના  આપવામાં આવી છે, આ સાથે જ ID પર કોઈ માહિતી ન મોકલવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

રાજ્યમાં હેકર્સની ઘટના વધતી જઇ રહી છે, હેકરો દ્વારા ગુજરાત પોલીસ હેન્ડલનું નામ પણ બદલી નાંખ્યું હતું,અને એલન મસ્ક નામ રાખ્યું હતું. આ ઉપરાંત પ્રોફાઇલ ફોટો પણ બદલી નાંખીને અંતરિક્ષ યાનનું મુક્યું હતું.આ અંગેની માહિતી ગુહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપી હતી અને સાવચેત રહેવા નિર્દેશ આપ્યા હતા.