Bhavnagar News/ ભાવનગરની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ

કૌશિક વેકરિયા પર આરોપ લગાવતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખના હપ્તા લેતો હોવાનો આક્ષેપ કરાયો હતો. તેઓ કોંગ્રેસના

Top Stories Gujarat

Bhavnagar News: ભાવનગર (Bhavnagar) જીલ્લાની સિહોર (Sihor) નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બમાં ઘટસ્ફોટ કર્યાનું સામે સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં 30 વર્ષથી સિહોરમાં ત્રણ પરિવાર જ રાજ કરતો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને લેટર બોમ્બમાં અનેક આરોપ લગાવાયા છે. પ્રમુખ-ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો લેટર બોમ્બમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. 10 જેટલા કાર્યકરોએ મળીને પત્ર લખ્યાનો લેટર બોમ્બમાં ઉલ્લેખ કરાયો હતો. 40 કરોડના ભ્રષ્ટાચારી ત્રણ પરિવારોથી સિહોરને બચાવવાની વાત કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  સીઆર પાટીલ, રત્નાકરજીના ઉલ્લેખ સાથેના લેટરથી ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમરેલીનું પત્રકાંડ ભાજપમાં જ નહીં પરંતુ વિપક્ષમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. તેને લઈને સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં ગરમી વધી ગઈ હતી. આના પગલે આખો વિવાદ કેન્દ્રીય મોવડીમંડળ સુધી પહોંચી ગયો હતો.

કૌશિક વેકરિયા પર આરોપ લગાવતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખના હપ્તા લેતો હોવાનો આક્ષેપ કરાયો હતો. તેઓ કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામનો પત્ર વાયરલ થયો હતો. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખે પત્ર લખ્યો ન હોવાનો ખુલાસો કર્યો હતો, કિશોર કાનપરીયાના ખુલાસા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે યુવતી અને ભાજપના નેતા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. ભાજપના નેતા મયુર વઘાસિયા મુખ્ય આરોપી હતા. ત્યારબાદ મધરાતે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ લેટર ટાઈપ કર્યો હતો. પોલીસે ટાઈપ કરતી યુવતીને તેના કામનો ભાગ હોવાનું કહીને આરોપી બનાવી હતી અને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચાર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં કોંગ્રેસના નેતાઓએ યુવતીના સરઘસનો વિરોધ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના

આ પણ વાંચો:અમદાવાદમાં સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ

આ પણ વાંચો:ડોમીનોઝ પીઝાના ગ્રાહકને અપાયેલા પાર્સલમાં માખી નીકળતાં ફૂડ તંત્ર દોડતું થયું