Kheda News/ ડાકોરમાં શ્રીકૃષ્ણે ધારણ કર્યું રાધાજીનું સ્વરૂપ

રાધાષ્ટમી નિમિત્તે ડાકોર મંદિર (Dakor Temple)ના ઠાકોરજીને રાધાજીના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે

Gujarat Others
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor Temple)માં રાધાજીના જન્મોત્સવની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

Kheda News :  પાવન પર્વે ડાકોરના ઠાકોરજી (Thakorji)એ આજે રાધાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (Dakor Temple)માં રાધાજીના જન્મોત્સવની ભક્તિભાવ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઠાકોરજીના વિશેષ શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

ઠાકોરજીનો અનોખો શણગાર

રાધાષ્ટમી નિમિત્તે ડાકોર મંદિર (Dakor Temple)ના ઠાકોરજીને રાધાજીના વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. ભગવાનના નાકમાં નથણી, કાનમાં કુંડળ સહિતનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રાધાજીના સ્વરૂપ (Radha Swaroop)માં સજ્જ થયેલા ઠાકોરજીના આ દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વર્ષમાં બે વખત નાકમાં નથણી

ડાકોર (Dakor)ની પરંપરા અનુસાર ઠાકોરજી વર્ષમાં માત્ર બે પ્રસંગે નાકમાં નથણી ધારણ કરે છે. જેમાં ઠાકોર તેજ અને રાધાષ્ટમીના દિવસનો સમાવેશ થાય છે. તેથી રાધાષ્ટમીના દિવસે થતા આ વિશેષ શણગારના દર્શનનું ધાર્મિક મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે.

સયન ભોગ સુધી મળશે દર્શન

રાધાષ્ટમી નિમિત્તે કરવામાં આવેલો આ વિશેષ શણગાર સાંજના સયન ભોગના દર્શન સુધી રહેશે. એટલે દિવસ દરમિયાન ભક્તો ઠાકોરજીના રાધાજીના સ્વરૂપમાં દર્શન કરી શકશે. ડાકોરમાં પર્વને લઈને મંદિર પરિસરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

આ રીતે રાધાષ્ટમીના પાવન અવસરે ડાકોરમાં ઠાકોરજીના અનોખા સ્વરૂપના દર્શન ભક્તો માટે આસ્થાનો વિશેષ અવસર બન્યા છે.


આ પણ વાંચો : ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની અદભુત રોનક; દ્વારકાથી ડાકોર સુધી ભક્તિમય માહોલ

આ પણ વાંચો : રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી

આ પણ વાંચો : ડાકોર રણછોડજી મંદિરમાં મનોરથના ભાવમાં 4 ગણો વધારો મોકૂફ, ભક્તો અને સેવક પૂજારીઓનો વિરોધ