Gujarat News/ ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની અદભુત રોનક; દ્વારકાથી ડાકોર સુધી ભક્તિમય માહોલ

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં Janmashtamiની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. દ્વારકા, ડાકોર અને તુલસીશ્યામ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.

Gujrat Top Stories Gujarat Others
Janmashtami

Gujarat Janmashtami Celebration: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની ગુજરાતભરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાનું જગતમંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, ગીરના જંગલમાં આવેલું તુલસીશ્યામ મંદિર, શામળાજી સહિતના અનેક કૃષ્ણધામોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કાન્હાના વેશમાં સજ્જ થયેલા બાળકોએ મન મોહી લીધા

જન્માષ્ટમીના(Janmashtami) દિવસે રાજ્યના વિવિધ મંદિરોમાં દર્શન માટે ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. અનેક સ્થળોએ ભાવિકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે રાહ જોતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નાના બાળકોને કૃષ્ણ અને રાધાના સ્વરૂપમાં તૈયાર કરીને મંદિરે લાવવાનો અનોખો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. બાળકોએ માથે મોરપીંછવાળો મુગટ, હાથમાં વાંસળી અને શરીર પર પીતાંબર ધારણ કર્યો હતો. નાનકડા કાન્હાના આ મનમોહક રૂપે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ભજન-કીર્તન અને મટકી ફોડના કાર્યક્રમોથી ઉત્સાહ

ગુજરાતના અનેક વિસ્તારોમાં રાત્રે મોડે સુધી ભજન-કીર્તન અને ધાર્મિક(Janmashtami) કાર્યક્રમો યોજાયા હતા. કેટલાક સ્થળોએ રાસ-ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. ધોળકાના કેલિયા વાસણા ખાતે વિશેષ ડમરુ આરતી બાદ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. મટકી ફોડવા માટે યુવાનોની ટોળકીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર સ્થળ જય શ્રીકૃષ્ણના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

મધરાતે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, ભક્તોમાં છવાયો આનંદ

રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના(Janmashtami) પ્રાગટ્યની ક્ષણે મંદિરોમાં શંખનાદ અને મહાઆરતી કરવામાં આવી હતી. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખુશીમાં અનેક સ્થળોએ ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ભક્તોએ ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો આ પાવન પર્વ ભક્તિ, શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવાયો હતો.


આ પણ વાંચો: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના પર્વ પર કનૈયાને રીઝવવા માટે બનાવો મખાનાની પૌષ્ટિક ખીર..!

આ પણ વાંચો: બાળ ગોપાળને ધરાવો આજે જન્માષ્ટમીએ મેવા પાકનો પ્રસાદ…કેવળ સૂકા મેવાથી થશે તૈયાર…!

આ પણ વાંચો: જન્માષ્ટમી પર પણ મેઘરાજા રિસાયા! 11 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા નહિવત્