Sports News : પાકિસ્તાની ક્રિકેટ ટીમનું કંગાળ પ્રદર્શન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના અણઘડ નિર્ણયો હવે વૈશ્વિક સ્તરે હાસ્યાસ્પદ બની રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0 થી શરમજનક પરાજય બાદ PCB પ્રમુખ મોહસિન નકવી (PCB Chief)ચાહકો અને પૂર્વ ખેલાડીઓના નિશાના પર છે. આ જ શ્રેણીમાં હવે આઇસલેન્ડ ક્રિકેટે (Iceland Cricket)પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી નકવીની ટીકા કરતી અને મજાક ઉડાવતી એક કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી છે.
Pakistan Cricket Board : આઇસલેન્ડ ક્રિકેટની ‘આઇસબર્ગ’ વાળી અનોખી ચેલન્જ
આઇસલેન્ડ ક્રિકેટે X (અગાઉ ટ્વિટર) પર એક વિશિષ્ટ પોસ્ટ શેર કરીને મોહસિન નકવીની ટીમ સિલેક્શન પોલિસી પર પ્રહાર કર્યા છે. તેમણે એક સોશિયલ ચેલેન્જ શરૂ કરવાની જાહેરાત કરતા લખ્યું કે, દરિયાકાંઠા વિસ્તારના ક્રિકેટરો માટે એક નવો પડકાર છે—તેઓ આઇસબર્ગ પાર કરે અને PCB ચીફ મોહસિન નકવીને રૂબરૂ મળીને તેમની અનોખી સિલેક્શન સ્ટ્રેટેજી શીખવા માટે ઓલ-એક્સપેન્સ-પેઇડ ટૂર જીતે.
‘વન-વે ટૂર’ નો કટાક્ષ વાયરલ
આઇસલેન્ડ ક્રિકેટે પોસ્ટમાં રમૂજી રીતે ઉમેર્યું હતું કે, જો વિજેતા ખેલાડી ઈચ્છે તો આ શૈક્ષણિક પ્રવાસ ‘વન-વે’ (માત્ર જવાનો જ) પણ હોઈ શકે છે. આ શબ્દો દ્વારા તેમણે પાકિસ્તાની ખેલાડીઓના ભવિષ્ય અને બોર્ડના અસ્થિર નિર્ણયો પર મોટો વ્યંગ કર્યો છે. સતત થતી હાર અને મેનેજમેન્ટની નિષ્ફળતા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી આ મજાક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો :‘દાયરા’ ફિલ્મમાં સાથે દેખાશે કરીના-પૃથ્વીરાજ; જાણો બંનેમાંથી કોણ છે સૌથી વધુ અમીર
આ પણ વાંચો :સમય રૈનાના શોથી રાતોરાત છવાઈ ગઈ બિહારની શેરોન વર્મા
આ પણ વાંચો :‘વંદે માતરમ’ વિવાદમાં શર્મિલા ટાગોર પર ભડક્યા મુકેશ ખન્ના
