Sports News : એશિયા કપ 2025 ની 10મી મેચ પાકિસ્તાન અને UAE વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. UAE ના કેપ્ટન મોહમ્મદ વસીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનનો સ્કોર 16 ઓવર પછી 105/6 છે. મોહમ્મદ હરિસ અને મોહમ્મદ નવાઝ અણનમ છે.
સિમરનજીત સિંહે ખુશદિલ શાહ (4), હસન નવાઝ (3) અને ફખર ઝમાન (50)ને આઉટ કર્યા હતા. ધ્રુવ પરાશરે કેપ્ટન સલમાન અલી આગા (20)ને આઉટ કરીને પચાસની ભાગીદારી તોડી હતી.પાવરપ્લેની પહેલી ઓવરમાં ઓપનર સૈમ અયુબ (0) આઉટ થયો હતો, જ્યારે સાહિબજાદા ફરહાન 5 રન બનાવીને આઉટ થયો હતો. બંનેને જુનૈદ સિદ્દીકીએ આઉટ કર્યા હતા.
આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, વિજેતા ટીમ સુપર-4 રાઉન્ડમાં આગળ વધશે, જ્યારે હારનારી ટીમ લીગ સ્ટેજમાંથી બહાર થઈ જશે. મેચનો સ્કોરબોર્ડ
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાનઃ સલમાન આગા (કેપ્ટન), સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ.
UAE: મોહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, આસિફ ખાન, મોહમ્મદ ઝોહૈબ, હર્ષિત કૌશિક, રાહુલ ચોપરા (વિકેટકીપર), ધ્રુવ પરાશર, હૈદર અલી, મોહમ્મદ રોહીદ ખાન, સિમરનજીત સિંહ અને જુનૈદ સિદ્દીકી.
મેચ એક કલાક મોડી શરૂ થઈ
પાકિસ્તાની ટીમ સમયસર સ્ટેડિયમ ન પહોંચવાને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. 14 સપ્ટેમ્બરના રોજ હાથ મિલાવવાના વિવાદ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ પર અડગ રહીને તેની ટીમને હોટલમાં જ કેદ રાખી હતી. કારણ કે ICC એ મેચ રેફરીને હટાવવાની PCB ની માંગણીને ફગાવી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને, પાકિસ્તાની બોર્ડે ટીમને હોટલમાં કેદ રાખી હતી.
ટોસ પહેલા, PCB એ એક નિવેદનમાં કહ્યું – ‘પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન અને મેનેજરની માફી માંગી છે.’ મહત્વની વાત એ છે કે એન્ડી પાયક્રોફ્ટ આ મેચના રેફરી છે.14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનનો સામનો ટીમ ઈન્ડિયા સાથે થયો હતો. મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે પાયક્રોફ્ટે કોઈ કાર્યવાહી ન કરી, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC પાસેથી મેચ રેફરીને હટાવવાની માંગ કરી, પરંતુ પાયક્રોફ્ટે આ વાતને અવગણી.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આરોપ લગાવ્યો હતો કે રેફરીએ ટોસ પછી બંને કેપ્ટનોને હાથ ન મિલાવવા કહ્યું હતું અને ભારતીય ટીમના દબાણ હેઠળ આ કરવામાં આવ્યું હતું.PCBના ચેરમેન મોહસીન નકવીએ સોમવારે જણાવ્યું હતું કે, “PCBએ પાયક્રોફ્ટને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. તેમણે ICCની આચારસંહિતા અને ક્રિકેટની ભાવનાનું પાલન કર્યું નથી.”
આ પણ વાંચો: કુલદીપ યાદવની વધુ એક મોટી સિદ્ધિ, આ બાબતમાં અશ્વિનને પણ છોડ્યો પાછળ!
આ પણ વાંચો:બુમરાહ બોસ, સૂર્યા નિષ્ફળ, આ છે પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓનો રેકોર્ડ
આ પણ વાંચો: પાકિસ્તાની કેપ્ટનનો કેટલો ઘમંડ, ભારત સામેની મેચ પહેલા કરી બફાટ!
