ગુયાના,
વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર હાલ પોતાના શાનદાર ફોર્મમાં છે. હરમનપ્રીતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.
આ ઐતિહાસિક સદી સાથે જ હરમનપ્રીતની સ્ટાઈલની તુલના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે થઇ રહી છે.
બીજી બાજુ ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદ ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. આ મેચ પહેલા પણ હરમનપ્રીતે એવું કઈ ખાસ કર્યું છે કે તે હાલ ચર્ચામાં છે અને તેનીએ તમામ લોકોના દિલ જીત્યા છે.
https://twitter.com/NaaginDance/status/1061651193766662144
હકીકતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની શરૂઆત બંને દેશોના રાષ્ટ્રગીત સાથે થઇ હતી. જો કે આ દરમિયાન ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સામે ઉભેલી એક બાળકી (મૈસ્કોટ) બીમાર હોવાના કારણે પડી ગઈ હતી.
ભારતનું રાષ્ટ્રગીત સમાપ્ત થયા બાદ હરમનપ્રીતે આ બીમાર બાળકીને પોતાની ગોદમાં ઉઠાવી હતી અને અન્ય ઉપસ્થિત સ્ટાફને આપી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.
ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું
ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપના ગ્રુપ Bના મુકાબલામાં પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજની શાનદાર ફિફ્ટીના સહારે ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું અને આ વર્લ્ડકપમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે.
