Entertainment News : સમય રૈના (Samay Raina)ના લોકપ્રિય શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ (India’s Got Latent) માંથી લાઇમલાઇટમાં આવેલી બિહારની કોમેડિયન શેરોન વર્મા (Sharon Verma) આજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પ્રથમ સીઝનમાં માત્ર એક સ્પર્ધક તરીકે એન્ટ્રી કરનાર શેરોને પોતાની અદ્ભુત હાજરજવાબી, સચોટ પંચલાઇન્સ અને ઓબ્ઝર્વેશનલ હ્યુમરના બળે સીઝન 2 માં સીધી જજની ખુરશી સુધીની સફર ખેડી છે.
Sharon Verma : પટનાથી દિલ્હી સુધીનો સંઘર્ષ અને કોર્પોરેટ વર્લ્ડમાંથી કોમેડીમાં પ્રવેશ
પટનામાં જન્મેલી શેરોન અભ્યાસ અર્થે દિલ્હી શિફ્ટ થઈ હતી, જ્યાં બિહારી એક્સેન્ટ અને બોલચાલની શૈલીને કારણે લોકો તેનો મજાક ઉડાવતા હતા. જોકે, તેણે પોતાની આ ક્ષતિને જ પોતાની કોમેડીનું શસ્ત્ર બનાવી લીધું. કોમેડી ક્ષેત્રે પદાર્પણ કરતા પહેલા શેરોને Disney+ Hotstar, The Rabbit Hole અને Ustraa જેવી જાણીતી કંપનીઓમાં સિનિયર કોપીરાઈટર અને ક્રિએટિવ એક્ઝિક્યુટિવ તરીકે સફળ કોર્પોરેટ કરિયર પણ બનાવ્યું હતું. 2019 માં પ્રથમ ઓપન માઈક ફ્લોપ રહ્યા બાદ અને ટ્રોલિંગના કારણે થોડો સમય દૂર રહ્યા પછી, પોતાની માતાના પ્રોત્સાહનથી તે ફરી સ્ટેજ પર પરત ફરી હતી.
‘વીક ઈન્ડિપેન્ડન્ટ વુમન’ ના જોકથી વાયરલ અને વિવાદો વચ્ચે ઝડપી લોકપ્રિયતા
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના ફોર્મમાં તેણે પોતાને ‘વીક ઈન્ડિપેન્ડન્ટ વુમન’ ગણાવીને સમય રૈના સહિત સૌકોઈને ખડખડાટ હસાવ્યા હતા. આજે તેના સોશિયલ મીડિયા પર ૧૯ લાખથી વધુ ફોલોઅર્સ છે. જોકે, કારકિર્દી દરમિયાન ફ્રી પેલેસ્ટાઈન મુદ્દે કરેલા જોકને કારણે તેને ભારે વિવાદ અને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. આમ છતાં, સમય રૈનાના કટાક્ષોનો તીખો પલટવાર કરીને તેને નિરુત્તર કરી દેનારી શેરોને સાબિત કરી દીધું છે કે ટેલેન્ટ અને આત્મવિશ્વાસના બળે કોઈપણ સ્ટેજ સર કરી શકાય છે.
આ પણ વાંચો :જૌહર અને રાણી પદ્માવતી વિવાદ પર સ્વરા ભાસ્કરનો પલટવાર
આ પણ વાંચો :વિવાદોથી સન્માન સુધી: સમય રૈનાનું ધમાકેદાર પુનરાગમન
આ પણ વાંચો :40 વર્ષની વયે માતા બનશે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ એક્ટ્રેસ કશ્મીરા ઈરાની
