Entertainment News/ વિવાદોથી સન્માન સુધી: સમય રૈનાનું ધમાકેદાર પુનરાગમન

વિવાદો અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના (Samay Raina)એ શાનદાર પુનરાગમન કર્યું છે. આસામ પૂર ફંડમાં 10 લાખનું દાન આપવા બદલ સીએમ હિમંતા બિસ્વા શર્માએ તેમના વખાણ કર્યા છે, જ્યારે સીએમ દેવેન્દ્ર ફડણવીસના હસ્તે તેમનું સન્માન કરાયું છે.

Entertainment
Samay Raina magnificent comeback

Entertainment News : સોશિયલ મીડિયા ટ્રોલિંગ, પોલીસ સ્ટેશનો અને કોર્ટના ચક્કરમાં ફસાયેલા જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ( Samay Raina)એ તમામ મુશ્કેલીઓને માત આપીને શાનદાર પુનરાગમન કર્યું છે. “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” (India’s Got Latent)શો દરમિયાન સર્જાયેલા ભારે વિવાદ અને કાનૂની ફરિયાદો બાદ આખરે સમયનું ચક્ર રૈનાના પક્ષમાં ફર્યું છે.

Samay Raina : આસામ સીએમ હિમંતા બિસ્વા શર્માએ કર્યા વખાણ

મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહીને રૈનાએ આસામના વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister’s Relief Fund)માં 10 લાખનું આર્થિક યોગદાન આપ્યું હતું. અગાઉ જે આસામ પોલીસે રૈના સામે કેસ નોંધીને નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ મદદ અને ઉદારતાની પ્રશંસા કરી હતી.

દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંચ પર મળ્યું મોટું સન્માન

રૈનાની સફરનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને સ્ટેજ પર સન્માનિત કર્યા. આ કાર્યક્રમમાં પણ પોતાની બિંદાસ શૈલી જાળવી રાખતા રૈનાએ સાયબર સેલની તપાસ પર કટાક્ષ કરતા કહ્યું, “પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે…” રૈનાના આ રમૂજી અંદાજથી આખો હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો. પોતાની ઓળખ બદલ્યા વગર સ્ટેજ પર પરત ફરેલા સમય રૈનાએ સાબિત કરી દીધું કે મુશ્કેલ સમય કાયમી હોતો નથી.


આ પણ વાંચો :40 વર્ષની વયે માતા બનશે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ એક્ટ્રેસ કશ્મીરા ઈરાની

આ પણ વાંચો :નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ

આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો