Entertainment News/ ‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો

બંટવારા 1947 બાદ સની દેઓલ (Sunny Deol) અને રાજકુમાર સંતોષી ફરી એકવાર ‘ઘાતક ઘૂસ કે મારેગા’ ફિલ્મ સાથે એક્શન અવતારમાં વાપસી કરી રહ્યા છે. જાણો ફિલ્મ અંગેના તાજા અપડેટ્સ.

Entertainment
Sunny Deol Announcement explosive new film

Entertainment News : દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી અને સુપરસ્ટાર સની દેઓલ (Sunny Deol)ની જોડી ફરી એકવાર મોટા પડદે તહેલકા મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ‘બંટવારા 1947’ (Partition 1947) બોક્સ ઓફિસ પર ખાસ કમાણી ન કરી શકી હોવા છતાં, આ આઇકોનિક જોડીએ પોતાના આગામી મોટા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સંતોષીએ ખુલાસો કર્યો છે કે તેમની નવી ફિલ્મનું નામ ‘ઘાતક ઘૂસ કે મારેગા’ (A deadly strike-or it will kill)હશે, જેમાં ફેન્સને સની દેઓલનો એ જ પાવરફુલ અને રૌદ્ર એક્શન અવતાર જોવા મળશે.

Sunny Deol : ‘ઘાતક’ની સિક્વલ નહીં પણ બનારસના ક્રેઝી અંદાજમાં પાછા ફરશે સની દેઓલ

દિગ્દર્શન રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)એ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ 1996 ની સુપરહિટ ફિલ્મ ‘ઘાતક’નો બીજો ભાગ નથી. પરંતુ તેમાં સની દેઓલનું પાત્ર બનારસના એ જ નીડર અને ઈમાનદાર અંદાજમાં જોવા મળશે જેવો ક્રેઝ ‘ઘાતક’ વખતે હતો. 90 ના દાયકામાં ઘાયલ, દામિની અને ઘાતક જેવી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી આ જોડી આ નવી ફિલ્મમાં ભરપૂર ડાયલોગ્સ, એક્શન અને ઈમોશન્સનો તડકો લગાવશે. આ ઉપરાંત સંતોષી અને સની અમેરિકામાં વસતા એક સરદારજીની સ્ટોરી પર પણ એક્શન-ડ્રામા ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

‘જાટ 2’ નું નિર્દેશન નહીં કરે રાજકુમાર સંતોષી

અન્ય પ્રોજેક્ટ્સ અંગે વાત કરતા રાજકુમાર સંતોષીએ સ્પષ્ટ કર્યું કે તેઓ 2025 ની સની દેઓલની ફિલ્મ ‘જાટ’ની સિક્વલ ‘જાટ 2’ ડાયરેક્ટ નથી કરી રહ્યા, કારણ કે તેઓ સિક્વલ કલ્ચરમાં માનતા નથી. આ સિવાય, તેઓ 1994 ની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ જેવી શૈલીમાં ‘અદા અપની અપની’ નામની નવી મનોરંજક ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે, જેની સ્ટારકાસ્ટ અંગે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરવામાં આવશે.


આ પણ વાંચો :Kashmira Irani Pregnancy: 40 વર્ષની ઉંમરે કશ્મીરા ઈરાની બનશે માતા, અનોખી રીતે આપી Good News

આ પણ વાંચો :દીપિકા કક્કરે ઘટાડ્યું વજન, શોએબ ઇબ્રાહિમે નવા લુકના કર્યા વખાણ

આ પણ વાંચો :કલેક્શન પર ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ તોડી ચુપ્પી, કહ્યું- ‘હિટ કે ફ્લોપ કહેવું ઉતાવળ છે’