Not Set/ આકાશ અંબાણીની બેચલર પાર્ટી માટે સ્વિટઝરલેન્ડ રવાના થયા બોલિવૂડ સ્ટાર્સ

મુંબઇ, મૂકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી તથા શ્લોકા મહેતા 9 માર્ચના રોજ  લગ્નના બંધનમાં બંધાશે. તેની ઉજવણીઓ ઘણા સમયથી અંબાણી પરિવારમાં શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીના આરંભે એન્ટિલામાં એક મ્યુઝિનાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે સ્વિટ્ઝરલેન્ડની વૈભવ શાળી હોટેલમાં આકાશની બેચલર પાર્ટી યોજાઈ રહી છે. આકાશ અંબાણીની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે બોલિવૂડ […]

Entertainment

મુંબઇ,

મૂકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી તથા શ્લોકા મહેતા 9 માર્ચના રોજ  લગ્નના બંધનમાં બંધાશે. તેની ઉજવણીઓ ઘણા સમયથી અંબાણી પરિવારમાં શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીના આરંભે એન્ટિલામાં એક મ્યુઝિનાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે સ્વિટ્ઝરલેન્ડની વૈભવ શાળી હોટેલમાં આકાશની બેચલર પાર્ટી યોજાઈ રહી છે.

मलाइका अरोड़ा और अर्जुन कपूर

આકાશ અંબાણીની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે બોલિવૂડ સહિત ઉદ્યોગજગતની ઘણી હસ્તીઓ રવાના થઈ છે. જોકે એરપોર્ટ પર ધ્યાન ખેંચ્યું હતું મલાઇકા અરોરા તથા અર્જુન કપૂરે. આ બંને જણા એક જ કારમાં આવ્યા હતા. અને એરપોર્ટ પર પણ સાથે સાથે જ સ્પોટ થયા હતા. તો હાલની બોલિવૂડની બહુચર્ચિત જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ સાથે જોવા મળ્યા હતા.  આ સિવાય આદર જૈન અરમાન જૈન પણ સ્વિટઝરલેન્ડ માટે રવાના થયા હતા.

मलाइका और अर्जुन

ઉપરાંત  કરણ જૌહર પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો. આકાશ અંબાણીની બેચલર પાર્ટી  એક સરોવર કિનારે આવેલી હોટેલ સેન્ટ મોરિત્ઝ ખાતે યોજાશે. આ હોટેલ તેના ભવ્ય નજારા અને વૈભવતા માટે જાણીતી છે. જેમાં મરૂન 5 નામનું બેન્ડ પર્ફોર્મ કરશે.

मलाइका-अर्जुन

आलिया भट्ट और रणबीर कपूर