Entertainment News/ 16 મી સદીના રહસ્યમય મંદિર અને લોકકથા પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ધ વન’

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘ધ વન’ (The One) બિહારના બિહટા સ્થિત 16 મી સદીના રહસ્યમય વન દેવી મંદિરની સત્ય ઘટનાઓ અને લોકકથાઓ પર આધારિત છે. ફિલ્મ 25 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Entertainment
The One Teaser of Sidharth Malhotra's film

Entertainment News : બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘ધ વન – ફોર્સ ઓફ ફોરેસ્ટ’ (The One)નું ટીઝર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. બાલાજી મોશન પિક્ચર્સ (Balaji Motion Pictures)ના બેનર હેઠળ બનેલી આ ફેન્ટસી-થ્રિલર ફિલ્મનું નિર્દેશન ‘પંચાયત’ ફેમ દીપક મિશ્રાએ કર્યું છે, જ્યારે તેની વાર્તા TVFના અરુણાભ કુમારે લખી છે. મેકર્સે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ બિહારના બિહટા પાસે આવેલા 400 વર્ષ જૂના ઐતિહાસિક અને અતિ રહસ્યમય ‘વન દેવી મંદિર’ સાથે જોડાયેલી લોકકથાઓ પર આધારિત છે.

 The One : સૂર્યાસ્ત પછી જંગલમાં પ્રવેશબંધી

ફિલ્મના રાઈટર અરુણાભ કુમારે (Arunabh Kumar)ખુલાસો કર્યો કે પટનાથી 35 કિલોમીટર દૂર આવેલા આ સિદ્ધપીઠમાં મા દુર્ગાની મૂર્તિને બદલે પવિત્ર પિંડની પૂજા થાય છે. 16 મી સદીના આ મંદિરમાં એવી સ્થાનિક માન્યતા છે કે રાત પડતાં જ જંગલમાં અદ્રશ્ય શક્તિઓ (Invisible forces)સક્રિય થઈ જાય છે, જેના કારણે સાંજ પછી પૂજારીઓ પણ ત્યાં રોકાતા નથી. સ્થાનિક લોકો અને પૂજારીઓ સાથે વાતચીત કર્યા બાદ અરુણાભ અને દીપકે એકતા કપૂર સામે આ કન્સેપ્ટ મૂક્યો હતો. જંગલના આ રહસ્યમય વાતાવરણને મોટા પડદા પર જીવંત કરવા માટે એનિમેશન અને લેટેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ (VFX) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

THE ONE

25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

આગામી 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ધમાકો મચાવવા આવી રહેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સિવાય સુનીલ ગ્રોવર, મનીષ પોલ, અજય રાજુ અને અનૂપ સોની જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ભારતીય સનાતન સંસ્કૃતિ, પ્રાચીન લોકકથાઓ અને અલૌકિક શક્તિઓના રહસ્યો ધરાવતી આ ફિલ્મ દર્શકોને એક સાવ અલગ જ કાલ્પનિક દુનિયાની સફર કરાવશે.


આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો

આ પણ વાંચો :દીપિકા કક્કરે ઘટાડ્યું વજન, શોએબ ઇબ્રાહિમે નવા લુકના કર્યા વખાણ

આ પણ વાંચો :કલેક્શન પર ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ તોડી ચુપ્પી, કહ્યું- ‘હિટ કે ફ્લોપ કહેવું ઉતાવળ છે’