Dharm & Bhakti: દર વર્ષે જન્માષ્ટમીનું પર્વ 4 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના આ પાવન જન્મોત્સવ જન્માષ્ટમીના બીજા જ દિવસે અર્થાત્ 5 સપ્ટેમ્બરે આકાશ મંડળમાં એક અતિ દુર્લભ અને ધન-ધાન્ય પ્રદાન કરનારો મહાલક્ષ્મી રાજયોગ (Mahalakshmi Rajyog 2026) રચાવા જઈ રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો પંચાંગ અનુસાર, કાનુડાના આગમન બાદ તરત જ આવનારો આ મહાલક્ષ્મી રાજયોગ (Mahalakshmi Rajyog 2026) ધાર્મિક અને જ્યોતિષીય એમ બંને દ્રષ્ટિએ અતિ મંગળકારી માનવામાં આવે છે. મિથુન રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવ (Mangal Grah) અગાઉથી જ વિદ્યમાન છે અને 5 સપ્ટેમ્બરે મનના કારક ગ્રહ ચંદ્રમા (Moon) પણ આ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ અને ચંદ્રની આ યુતિથી આ મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે.
શ્રી કૃષ્ણ જન્મોત્સવ (Janmashtami 2026)ના આ પાવન પર્વે સર્જાવા જઈ રહેલા આ રાજયોગ (Mahalakshmi Rajyog 2026)ના પ્રભાવથી 4 રાશિઓને વિશેષ કૃપા પ્રાપ્ત થશે. લડ્ડુ ગોપાલ અને ધનની દેવી મહાલક્ષ્મીની અસીમ કૃપા વરસવા જઈ રહી છે. એમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધન-વૈભવના યોગ બની રહ્યાં છે. તો ચાલો જાણીએ કે જન્માષ્ટમીના દિવસથી કઈ-કઈ રાશિઓનો ઉત્તમ સમય શરુ થવા જઈ રહ્યો છે? કયા ઉપાયો કરવાથી મદદ મળશે?
મહાલક્ષ્મી રાજયોગ દરમિયાન કરો આ ઉપાયો (Mahalakshmi Rajyog 2026 Upay)
1. તારીખ 5 સપ્ટેમ્બરના સાંજે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રજ્જવલિત કરો અને એમને મખાના ખીર કે મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો.
2. આ દિવસે કનકધારા સ્ત્રોત્ર અથવા તો શ્રી સૂક્તમ્ નો પાઠ કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે અને દારિદ્ર દૂર થાય છે.
આ 5 રાશિઓને થશે અપાર લાભ
મિથુન રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવ (Mangal Grah) અગાઉથી જ વિદ્યમાન છે અને 5 સપ્ટેમ્બરે મનના કારક ગ્રહ ચંદ્રમા (Moon) પણ આ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ અને ચંદ્રની આ યુતિથી આ મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે.
શ્રી કૃષ્ણ જન્મોત્સવ (Janmashtami 2026)ના આ પાવન પર્વે સર્જાવા જઈ રહેલા આ રાજયોગ (Mahalakshmi Rajyog 2026)ના પ્રભાવથી 4 રાશિઓ (Zodiac Signs)ને વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

મિથુન રાશિ (Gemini)
આ શુભ યોગ તમારા પ્રથમ ભાવમાં થવા જઈ રહ્યો છે. આના ફળસ્વરુપે આ સમય વરદાનરુપ સિદ્ધ થશે અને તમારી નિર્ણય ક્ષમતામાં અદ્ભૂત સુધારો થશે. નોકરી કરનારા લોકોને પદોન્નતિ અથવા તો મોટી જવાબદારી પ્રાપ્ત થઇ શકે છે. જો તમારા નાણા લાંબા સમયથી ફસાયેલા હોય તો પરત મળી શકે છે. નવા વેપારી સોદા ફાઇનલ થવાથી તમને બમ્પર નફો થશે.
સિંહ રાશિ (Leo)
આ રાશિના જાતકો માટે આ ગોચર એકાદશ અર્થાત્ આવક અને લાભના ભાવમાં થવા જઇ રહ્યું છે. આર્થિક દ્રષ્ટિએ આ અત્યંત શુભ માનવામાં આવે છે. આવકના એકથી વધુ સ્ત્રોત ઉદ્ભવશે અને જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં હો તો આ સમય તમારી અપેક્ષાકૃત વધારે રિટર્ન આપી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને પરિવારમાં કોઈક મંગળ કાર્યનું આયોજન થઈ શકે એવી સંભાવના છે.

કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ દશમ ભાવ અર્થાત્ કર્મ તથા કેરિયર (Career)ના ભાવમાં રચાવા જઈ રહ્યો છે. કાર્યક્ષેત્રે તમારી મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તમારો ઉપરી અધિકારી વર્ગ તમારાથી અતિ પ્રસન્ન રહેશે. જે લોકો લાંબા સમયથી મનપસંદ નોકરીની શોધમાં હતા અથવા તો બદલી ઈચ્છતા હતા એમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પૈતૃક સંપત્તિનો પણ લાભ મળશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે આ મંગળ-ચંદ્રની યુતિ નવમ ભાવ અર્થાત્ ભાગ્ય સ્થાન માં થવા જઇ રહી છે. તમને નસીબ (Luck)નો પૂર્ણ સાથ મળશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે ઝુકાવ વધશે. વિદેશ સંલગ્ન વેપાર કરનારા જાતકોને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. નાની અથવા મોટી પણ લાભકારક યાત્રાઓનો યોગ સર્જાઇ શકે છે જેથી ભવિષ્યમાં મોટો ધન લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું કળિયુગનો અંત નજીક આવી ગયો છે? ‘કાલજ્ઞાનમ્’ ગ્રંથમાં ઉલ્લેખાયેલી મહાવિનાશની ભયાવહ ભવિષ્યવાણીઓ..
આ પણ વાંચો:
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
