Dharma and Bhakti/ જન્માષ્ટમી પર કાન્હાને કેમ ધરાવાય છે 56 ભોગ; જાણો 56 ભોગની શરૂઆત કેવી રીતે થઈ ?

ભગવાન કૃષ્ણને 56 Bhog ચઢાવવાની પરંપરા ગોવર્ધન પર્વત અને માતા યશોદા દ્વારા કરાવાતા ભોજનની કથા સાથે જોડાયેલી છે. જાણો વિગતવાર ઇતિહાસ અને મહત્વ.

Top Stories Rashifal Trending Dharma & Bhakti
56 Bhog

56 Bhog Story: કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અનેક મંદિરોમાં તેમને 56 પ્રકારના ભોગ ધરાવવાની પરંપરા છે. પરંતુ સવાલ એ છે કે ભગવાન કૃષ્ણને 56 જ ભોગ શા માટે ચઢાવવામાં આવે છે? તેની પાછળ એક પ્રચલિત પૌરાણિક કથા જોડાયેલી છે.

2026માં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી?

હિંદુ પંચાંગ મુજબ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી ઉજવાય છે. 2026માં કૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે ઉજવાશે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને મંદિરોમાં વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવે છે.

56 Bhog

ગોવર્ધન પર્વત સાથે જોડાયેલી કથા

પ્રચલિત માન્યતા અનુસાર, ગોકુળમાં લોકો દર વર્ષે વરસાદ માટે ભગવાન ઇન્દ્રની પૂજા કરતા હતા. ત્યારે શ્રીકૃષ્ણે તેમને સમજાવ્યું કે તેમના જીવન અને ખેતી માટે ગોવર્ધન પર્વતનું પણ મહત્વ છે. તેથી ગોકુળવાસીઓએ ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધનની પૂજા કરી. આ વાતથી ઇન્દ્રદેવ ક્રોધિત થયા અને ગોકુળમાં ભારે વરસાદ વરસાવ્યો. વરસાદથી ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડી લીધો અને સમગ્ર ગોકુળને તેની નીચે આશ્રય આપ્યો.

7 દિવસ સુધી શ્રીકૃષ્ણે ભોજન ન લીધું

પૌરાણિક કથા અનુસાર, શ્રીકૃષ્ણે સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ધારણ કર્યો. આ સમય દરમિયાન તેમણે ભોજન કર્યું નહોતું. માન્યતા છે કે માતા યશોદા તેમને દિવસમાં આઠ વખત ભોજન કરાવતી હતી.સાત દિવસ અને દરરોજના આઠ ભોજનને જોડવામાં આવે તો 7 × 8 = 56 થાય છે. તેથી શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 56 ભોગ(56 Bhog) ધરાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

56 Bhogનું ધાર્મિક મહત્વ

56 ભોગમાં(56 Bhog) મીઠાઈ, ફળ, અનાજ, શાકભાજી અને વિવિધ પરંપરાગત વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. જોકે 56 ભોગમાં કઈ-કઈ વાનગીઓ હશે તે સ્થળ અને પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. આ રીતે 56 ભોગ માત્ર વિવિધ વાનગીઓનો પ્રસાદ નથી, પરંતુ ભક્તિ, કૃતજ્ઞતા અને શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.


આ પણ વાંચો: શું કળિયુગનો અંત નજીક આવી ગયો છે? ‘કાલજ્ઞાનમ્’ ગ્રંથમાં ઉલ્લેખાયેલી મહાવિનાશની ભયાવહ ભવિષ્યવાણીઓ..

આ પણ વાંચો: 

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…