Dharma & Bhakti/ શું કળિયુગનો અંત નજીક આવી ગયો છે? ‘કાલજ્ઞાનમ્’ ગ્રંથમાં ઉલ્લેખાયેલી મહાવિનાશની ભયાવહ ભવિષ્યવાણીઓ..!

તેલુગુ ભાષાના ‘કાલજ્ઞાનમ્’માં કળિયુગના અંતની આગાહીઓ (Kalyug End Prophecies) વિશે જાણીશું…આ સાથે જ આકાશમાં બે સૂર્ય દેખાવાની વાત પણ…

Trending Religious Dharma & Bhakti
Kalyug End વિશેની કાલજ્ઞાનમ્ ગ્રંથની ચોંકાવનારી આગાહીઓ..!

Dharm & Bhakti: શું કળિયુગમાં અધર્મનો અંત અને કલ્કિ અવતારનો સમય નજીક આવી ગયો છે? વાસ્તવમાં, ‘કાલજ્ઞાનમ્’ નામના રહસ્યમય ગ્રંથમાં કળિયુગના અંત સાથે સંલગ્ન કેટલીક ભવિષ્યવાણીઓ (Kalyug End Prophecies)નો ઉલ્લેખ છે, જે જાણીને તમે હેરાન રહી જશો! તો વધુ રાહ ન જોવડાવતા જોઇએ આ ભયાવહ ભવિષ્યવાણીઓ (Prophecies) વિશે…

ભારતવર્ષ (India)માં એવા અનેક સંત અને ભવિષ્યવેત્તા થઇ ગયા છે જેમના વિશે એવું કહેવાય છે કે, આવનારા હજારો વર્ષો સાથે જોડાયેલી ઘટનાઓની ભવિષ્યવાણીઓ ( (Kalyug End Prophecies) કરેલી છે. ખાસ વાત એ છે કે આ આગાહીઓમાં નાસ્ત્રેદેમસ અથવા બાબા વેંગા (Nostradamus or Baba Vanga)ની જેમ રહસ્યમય અને સાંકેતિક ભાષામાં નહિં પણ લગભગ સ્પષ્ટ રીતે ભવિષ્ય ભાખવામાં આવેલું છે.

સિદ્ધ સંત પોતુલૂરી વીર બ્રહ્મેન્દ્ર સ્વામી

તેલુગુ ભાષાના ‘કાલજ્ઞાનમ્’માં કળિયુગના અંતની આગાહીઓ (Kalyug End predictions)

આવા જ મશહૂર ભવિષ્યવેત્તાઓમાં આંધ્રપ્રદેશના સિદ્ધ સંત પોતુલૂરી વીર બ્રહ્મેન્દ્ર સ્વામી (Saint Potuluri Veerabrahmendra Swamy)નું નામ પ્રમુખ છે. એવું માનવામાં આવે છે કે, સ્વામીજીનો જન્મ વર્ષ 1608 માં થયો હતો. એમણે તેલુગુ ભાષાના ‘કાલજ્ઞાનમ્’ (Kalgyanam) નામના મહાન ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં ભાવિ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સમયની સાથે ‘કાલજ્ઞાનમ’ની આગાહીઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઘણી જ સુર્ખીઓમાં છે. આ જ કારણ છે કે, આ ભવિષ્યવાણીઓ અંગે લોકોમાં ઉત્સુકતા બરકરાર છે!

આગામી સમય સાથે સંકળાયેલી ભવિષ્યવાણીઓ

કાલજ્ઞાનમ્ સાથે સંકળાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ પ્રચલિત છે જેને ભવિષ્યમાં ઘટિત થનારી ઘટનાઓ સાથે જોડીને જોવામાં આવે છે. આમાં કુદરતી આપત્તિઓ, જળવાયુ પરિવર્તન, ધાર્મિક ઘટનાઓ, મહામારી અને મોટા યુદ્ધ (Natural disasters, Climate change, Religious events, Pandemics and Wars)ના ઉલ્લેખો હોવાના દાવો કરવામાં આવે છે. જો કે, આ દાવાઓની વ્યાખ્યા વિભિન્ન સ્ત્રોતમાં વિભિન્ન રીતે પ્રાપ્ત થાય છે અને એની પ્રામાણિકતા અંગે પણ મતભેદ છે. મુખ્ય ભવિષ્યવાણીઓ આ મુજબ છે.

વિશ્વવસુ સંવત્સરમાં કલ્કિ અવતાર

1. વિશ્વવસુ સંવત્સરમાં કલ્કિ અવતાર

સૌથી ચર્ચાસ્પદ દાવાઓ પૈકીનો એક છે વિશ્વવસુ નામના સંવત્સરમાં ભગવાન કલ્કિ અવતાર (Kalki Avtar) ધારણ કરશે. માન્યતાનુસાર, ભગવાન કલ્કિ અધર્મ અને અત્યાચારનો અંત કરવા સાથે જ ધર્મની પુન સ્થાપના કરશે. જો કે, સંવત્સરની ગણના અને આ ભવિષ્યવાણીના સમય અંગે અલગ-અલગ મત-મતાંતર અને વ્યાખ્યાઓ પ્રાપ્ત થાય છે.

2. તિરુપતિ બાલાજીની વૈશ્વિક પ્રસિદ્ધિ

એવું કહેવાય છે કે, આવનારા સમયમાં તિરુપતિ બાલાજી મંદિરની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઇ જશે અને વિવિધ ધર્મોમાં માનનારા લોકો પણ અહિં દર્શન કરવા માટે આવશે. આ ભવિષ્યવાણીને મંદિરની વધતી વૈશ્વિક લોકપ્રિયતા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

3. લાલ વરસાદ અને સમુદ્રનું વધશ જળસ્તર

એવું કહેવાય છે કે ભવિષ્યમાં આકાશમાંથી લાલ રંગનો વરસાદ (Red Rain) પડશે. આ ઉપરાંત, સમુદ્રનું જળસ્તર વધવાના કારણે તટવર્તી શહેરો પણ ડૂબશે એવી ભવિષ્યવાણીનો પણ ઉલ્લેખ છે. આને કેટલાક લોકો જળવાયુ પરિવર્તન, સમુદ્રી સ્તરમાં વૃદ્ધિ અને કુદરતી આફતો સાથે સંલગ્ન કરીને મૂલવી રહ્યાં છે.

બે સૂર્ય દ્રશ્યમાન થશે

4. તાપમાન વધશે અને બે સૂર્ય દ્રશ્યમાન થશે

એક કથિત ભવિષ્યવાણી અનુસાર, ધરતી અત્યંત ગરમ થવાથી અને પહાડોમાંથી આગ (Mountain Fires) નીકળવા જેવી ઘટનાઓ ઘટશે એવું વર્ણન છે. આ સાથે જ આકાશમાં બે સૂર્ય (Dual Sun) દેખાવાની વાત પણ કહેવામાં આવી છે. આ આગાહીને કુદરતી ઘટનાઓ, જ્વાળામુખીની ગતિવિધિઓ અને અસામાન્ય ખગોળીય ઘટનાઓની પ્રતીકાત્મક વ્યાખ્યા માનવામાં આવે છે.

5. ધોળા દિવસે તારા દેખાશે

આ ગ્રંથની કેટલીક વ્યાખ્યાઓમાં જણાવાયું છે કે, એક એવો સમય આવશે જ્યારે દિવસના અજવાળામાં પણ તારા (Stars) દેખાશે! ત્યાર પછી કેટલાક ક્ષેત્રોમાં આબાદી પૂર્ણતયા સમાપ્ત થશે એવું કહેવાય છે. આને કોઈ મોટી કુદરતી આપત્તિ અથવા તો પર્યાવરણીય અસામાન્ય પરિવર્તનો સાથે જોડીને જોવામાં આવે છે.

6. શનિના મીન અને મેષ રાશિમાં ગોચર સમયે ભીષણ યુદ્ધ

અન્ય એક ભવિષ્યવાણી અનુસાર, જ્યારે પણ શનિ (Shani Graha) મીન અને મેષ રાશિ સંબંધિત એક વિશિષ્ય સ્થિતિમાં આવશે ત્યારે દુનિયામાં એક ભયંકર અને નિર્ણાયક યુદ્ધ થઇ શકે છે. આ દાવાને જ્યોતિષીય ઘટનાઓ અને સાંપ્રત વૈશ્વિક રાજનૈતિક પરિસ્થિતિઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. પરંતુ એને કોઈ નિશ્ચિત ભાવિ ઘટના માનવી ઉચિત નથી.

7. 108 વર્ષ સુધી સંઘર્ષ અને ઉથલ-પાથલ મચશે

માનવ સભ્યતાનો એક સંક્રમણ કાળ ગણાતો સમય આવનાર છે. એક વિખ્યાત દાવા મુજબ, કળિયુગના 5,000 વર્ષ પૂર્ણ થયા પછી અધર્મના અંત અગાઉ સંઘર્ષ, અશાંતિ અને મોટા પરિવર્તનોનો સામનો કરવા દુનિયા (World)એ તૈયાર રહેવું પડશે.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો:

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…