Dharm & Bhakti: ગુજરાતના સુરતમાં તાપી નદીના કિનારે સ્થિત ચાર ધામ મંદિર (Chardham temple)માં વડનો એક એવો છોડ (3 pan no Vad, Surat, Gujarat) છે જે પોતાની અનોખી વિશેષતાથી અહિં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ છોડ પર હંમેશાં 3 પાંદડા જ રહે છે અને એને ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે અને આ છોડનું રહસ્ય એ છે કે એમાં ક્યારેય ચોથું પાંદડું ઉગતું જ નથી!
એવી માન્યતા છે કે, જેવું કોઈ નવું પાન ઉગે કે તરત જ જૂનું પાન આપોઆપ ખરી જાય છે અને છોડ પર 3 પાન (Three Leaf Banyan) જ રહે છે. ભક્તજનો આને સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (Tridev, Brahma, Vishnu, Mahesh)નું સ્વરુપ માને છે. દૂર-દૂરથી લોકો અહિં આવીને માનતાઓ માને છે અને 3 પાંદડાવાળા છોડની પૂજા કરે છે. સ્થાનિક લોકોની માન્યતાનુસાર, આ કોઈ હમણાનો છોડ નથી પરંતુ, એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, દ્વાપર યુગ અર્થાત્ મહાભારત કાળ (Dwapar Yug, Mahabharat)થી આ જ સ્થાન પર સ્થિત છે!

શી કથા છે આ વડવૃક્ષની? (3 pan noVad ni Katha)
વટવૃક્ષ પાછળ મહાભારતની એક અતિ પ્રસિદ્ધ કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે, મહાભારતના યુદ્ધ પછી જ્યારે દાનવીર કર્ણ મૃત્યુશૈયા પર હતા ત્યારે એમણે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની અંતિમ ઈચ્છા પ્રગટ કરી હતી. કર્ણે કહ્યું હતું કે એના અંતિમસંસ્કાર એક એવી ‘કુંવારી ભૂમિ’ પર કરવામાં આવે જ્યાં આજ સુધી કોઈના પણ દાહ સંસ્કાર ન થયા હોય! આવી પવિત્ર ભૂમિની શોધમાં ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં જ ધ્યાન લગાવીને જોયું ત્યારે એમને તાપી નદીનો તટ દેખાયો…જે આજના સુરત શહેરમાં સ્થિત છે. આ ધરતી પૂર્ણતયા: નિષ્કલંક અને પવિત્ર હતી.
કર્ણ મહારથીના અગ્નિસંસ્કાર (Karn Antim Sanskar Katha)
કર્ણની આખરી ઈચ્છા અનુસાર શ્રી કૃષ્ણ અને પાંડવો આ સ્થાન પર આવ્યા અને ત્યાં જ દાનવીર કર્ણ મહારથીના અગ્નિસંસ્કાર કર્યા હોવાનું કહેવાય છે. જે સ્થાને કર્ણની ચિતાને અગ્નિ આપવામાં આવયો હતો ત્યાં 3 પર્ણ વાળું વટવૃક્ષ ઊગ્યું હોવાનું મનાય છે. ત્યારથી લઇને આજ દિવસ સુધી આ છોડ આ જ સ્વરુપમાં અહિં વિદ્યમાન છે. આની આ અનોખી વિશેષતા અને પૌરાણિક મહત્તાના કારણે આ સ્થળ વર્ષભર શ્રદ્ધાળુઓ મુલાકાતે આવતા રહે છે. અશ્વિનીકુમાર ક્ષેત્ર સ્થિત આ ચાર ધામ મંદિરમાં દર્શન કરવાની સાથોસાથ આ ચમત્કારી વડના દર્શને પણ આવે છે. સ્થાનિક લોકો એને તાપી નદીનો ચમત્કાર અને સુરતની ધાર્મિક ઓળખાણ તરીકે ગૌરવ લે છે.

‘સૂર્યપુર’ નો ઇતિહાસ (‘Suryapur’ Surat City History)
મંદિરના પૂજારીઓના જણાવ્યાનુસાર, આ સ્થાન ઇતિહાસ મહાભારત કાળથી જોડાયેલો છે. યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણ મૃત્યુના આરે હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે (Shree Krishna) એક સાધુનો વેશ ધારણ કરીને એની પાસે ભિક્ષા માગી હતી અને કર્ણે પોતાનો સોનાનો દાંત એમને અર્પણ કર્યો હોવાની કિવદંતી છે. કર્ણની દાનવીરવૃત્તિ અને ભક્તિથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે જ્યારે એમને વરદાન માગવા જણાવ્યું ત્યારે કર્ણે નિવેદન કર્યુ કે એમનો જન્મ એક અવિવાહિત અર્થાત્ કુંવારી માતાના ગર્ભથી થયો હોવાથી એમનો અંતિમ સંસ્કાર પણ કોઈ ‘કુંવારી ભૂમિ’ પર જ થાય! આ જ કારણે તાપી નદીના આ પાવન તટ પર કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોવાની ધાર્મિક માન્યતા છે.
જ્યારે પાંડવોએ આ સ્થાનની મહત્તા વિશે પૂછ્યું ત્યારે આકાશવાણી થઇ કે, સૂર્ય દેવ જ કર્ણના પિતા છે. આ જ કારણે આ શહેરને અગાઉ ‘સૂર્યપુર’ કહેવામાં આવતું હતુ જે બાદમાં ‘સુરત’ નામે જાણીતું થયું. અશ્વિની કુમાર જેમના નામ પરથી આ તપોભૂમિનું નામકરણ થયું છે એ કર્ણના ભાઈ છે અને સૂર્ય પુત્રી માતા તાપી (Tapi River) પણ અહિંથી વહે છે. આ ઘટનાને એક અમર સાબિતીની રુપમાં સ્થાપિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આ 3 પાનવાળા વટવૃક્ષના છોડ (3 pan no Vad)ની સ્થાપના કરી હતી જે સ્વયં ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક ગણાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
