Dharma & Bhakti/ મહાભારતની આ કથામાં છુપાયેલા છે કર્મોના રહસ્યો..! સારા લોકોને દુ:ખ કેમ સહન કરવું પડે છે?

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કર્મ અને એના ફળના સિદ્ધાંતોના સત્યને સમજાવવા માટે મહાભારત (Mahabharat)માં એક કીડીની કથા છે જે આપણને જીવનના દરેક કર્મના…

Trending Religious Rashifal Dharma & Bhakti
Mahabharat , દેવરાજ, કીડી, કથા, કૃષ્ણ-અર્જુન

Dharma & Bhakti: હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કર્મ અને એના ફળના સિદ્ધાંતોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સત્યને સમજાવવા માટે મહાભારત (Mahabharat)માં એક કથા છે જે આપણને જીવનના દરેક કર્મના ફળ વિશે જણાવે છે.

મોટા ભાગના લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે, આખરે દુનિયામાં ન્યાય કરવાના ભગવાનના માપદંડ કયા છે? કારણ કે, ઘણી વાર ખરાબ કર્મો કરનારા લોકો સુખ, ધન અને સફળતાનો આનંદ પ્રાપ્ત કરે છે જ્યારે સાચા અને સારા હૃદયના મનુષ્યોને સંઘર્ષ અને દુ:ખો (Pain)થી ઘેરાયેલા રહેવું પડે છે! શુ ઈશ્વર પક્ષપાતી છે કે પછી આની પાછળ કુદરતનો કોઈ ગહન નિયમ છુપાયેલો છે! હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કર્મ અને એના ફળના સિદ્ધાંતોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સત્યને સમજાવવા માટે મહાભારતમાં એક કીડીની કથા (Mahabharat Ant Story) છે જે આપણને જીવનના દરેક કર્મના ફળ વિશે જણાવે છે. તો ચાલો જાણીએ….આ કથા વિશે…

Mahabharat , દેવરાજ, કીડી, કથા, કૃષ્ણ-અર્જુન

અર્જુન અને શ્રીકૃષ્ણનો પ્રસંગ (Mahabharat Ant Story)

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ચૂક્યું હતુ. એક દિવસ કૃષ્ણ અને અર્જુન (Lord Krishna & Arjun) બંને પગપાળા ક્યાંક જઇ રહ્યાં હતા ત્યારે જ અર્જુનની નજર નીચે જમીન પર પડેલી એક કીડી (Ant) પર પડી જેનું અડધું શરીર કચડાયેલું હતુ અને એ અત્યંત પીડા ભોગવી રહી હતી! આમ છતાંયે એ પોતાના મોંમાં એક નાનકડો અનાજનો દાણો દબાવીને કપાયેલા શરીરને ઘસડતાં-ઘસડતાં આગળ વધી રહી હતી.

આ દ્રશ્ય જોઇને અર્જુનનું હૃદય દ્રવિત થઇ ઉઠ્યું અને એણે વ્યથિત હૈયે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે, પ્રભુ… તમે તો કરુણાના સાગર છો તો પછી આ નાનકડી કીડીને આટલું ભયાનક કષ્ટ કેમ થઇ રહ્યું છે? શું તમને એના પર દયા નથી આવતી?

Mahabharat , દેવરાજ, કીડી, કથા, કૃષ્ણ-અર્જુન

હું સ્વયં પણ આ કર્મના નિયમથી બંધાયેલો છું

શ્રી કૃષ્ણ મંદ સ્મિત કરીને બોલ્યા, “હે પાર્થ! આ કોઇ સાધારણ કીડી નથી…એના ગયા જન્મમાં એ દેવતાઓના રાજા દેવરાજ ઇન્દ્ર (Devraj Indra) હતા. પરંતુ પોતાના પદનો દુરુપયોગ કરીને, ઋષિ-મુનિઓને કષ્ટ આપીને તથા પ્રજા પર અત્યાચારો કરીને કર્તવ્યપથથી ભટકી ગયેલા ઇન્દ્રે ભોગ-વિલાસમાં ડૂબેલા રહીને ખરાબ કર્મ (Bad Karma) કર્યા હતા. આજે એની જે પણ અવસ્થા છે એ એના પાછલા જન્મના કર્મોનું જ ફળ છે!”

શ્રી કૃષ્ણ આગળ જણાવે છે કે, “ધ્યાનથી સમજ પાર્થ….જે લોકો દાન, ધર્મ અને ઉત્તમ કર્મો કરે છે એમના પુણ્યો ક્યારેય વ્યર્થ જતા નથી. ફક્ત એના ફળ વિશે એમણે ધૈર્ય રાખવું પડે છે. આજે જે લોકો ધન, પદ અને પ્રતિષ્ઠાના મદમાં અન્ય લોકોને હેરાન કરે છે એ પણ પોતાના કર્મોના ફળથી ક્યારેય બચી નહિં શકે! આ સંસારમાં કોઈ પણ પોતાના કર્મોના પરિણામથી બચી શકતું નથી…જ્યારે હું પોતે સ્વયં પણ આ કર્મના નિયમ (Karma Rule)થી બંધાયેલો છું તો પછી તું અને બીજા મનુષ્યો પણ એના ફળથી શી રીતે બચી શકશો?”

Mahabharat , દેવરાજ, કીડી, કથા, કૃષ્ણ-અર્જુન

આથી જ કારણ વિના કોઇ પણ મનુષ્ય કે જીવને પીડા આપતા પહેલા દસ વાર વિચારવું કારણ કે, પીડિત હૃદયમાંથી નીકળેલા નિસાસા ક્યારેય વ્યર્થ જતા નથી! હોઇ શકે કે આજે તમારી પાસે પદ, પ્રતિષ્ઠા અને પૈસા છે…પરંતુ શું એ હંમેશાં રહેશે ખરું?

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો:

આ પણ વાંચો: રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ ભૂલથીયે ન કરવું આ કામ…અજાણતા છીનવાઇ શકે છે સુખ-ચેન…!!