Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહ સૌથી પ્રભાવશાળી ગ્રહો પૈકીનો એક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા મુજબ, દેવી-દેવતાને પણ શનિની દશા કે શનિદોષ (Shani Dosh) ભોગવવા પડે છે! મોટાભાગના લોકોના મનનાં શનિ પ્રત્યેનો ભય, શ્રદ્ધા, વિશ્વાસ તેમજ એક વિનમ્રતાનો ભાવ ઉત્પન્ન થવો સ્વાભાવિક છે કારણ કે શનિ દેવને કર્મ ફળ દાતા કહેવામાં આવે છે.
કળિયુગમાં શનિ મહારાજના કોપથી રક્ષા
શનિ દેવના પ્રભાવકાળ જેમ કે સાડા સાતી, અર્ધાષ્ટમ શનિ, પંચમ શનિ, અષ્ટમ શનિ વગેરે દરમિયાન લોકોને અનેક મુશ્કેલીઓનો અને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ અંગે પ્રસિદ્ધ જ્યોતિષીઓના મતે જ્યારે શનિ અશુભ સ્થિતિમાં હોય અથવા તો કોઈ ગ્રહની દ્રષ્ટિમાં હોય તો સમસ્યાઓ ઓર વધી શકે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા મુજબ, દેવી-દેવતાને પણ શનિની દશા કે શનિદોષ (Shani Dosh) ભોગવવા પડે છે!

જ્યોતિષાચાર્યોના મતે, સૂર્ય અને છાયાદેવીના પુત્ર શનિદેવ (Shani Dev)નો રંગ કાળો અને નીલવર્ણો છે. એમનું વાહન કાગડો છે. પ્રત્યેક શનિવારે તલનું દાન કરવું, તલના તેલનો દીવો પ્રગટાવવો, કાળા વસ્ત્રો પહેરવા વગેરે ઉપાયોથી શનિના દુષ્પ્રભાવથી રાહત મેળવી શકાય છે. નળ મહારાજ, સત્યવાદી હરિશ્ચંદ્ર, રાજા દશરથ, વિક્રમાદિત્ય અને રાવણ જેવા મહાપ્રતાપી મહારથીઓને પણ શનિનો દુષ્પ્રભાવ ભોગવવો પડ્યો હોવાના શાસ્ત્ર પ્રમાણ છે.

શનિદેવ એક ધૂમંતુ દેવતા છે
પરંતુ જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ કળિયુગમાં તો શનિ મહારાજના કોપથી મુક્ત થવાની એક વિધિ છે જેમાં તમારે એક પૈસાનો ખર્ચ પણ કરવો પડે એમ નથી!
શનિદેવ એક ધૂમંતુ દેવતા છે અને એવી માન્યતા છે કે, તે દરેક જગ્યાએ યાત્રા કરે છે અને તમામ લોકોના કર્મોના લેખાજોખાં કરે છે. શનિ દેવની પૂજાની પારંપરિક વિધિઓ મંત્ર જાપ અથવા તો દીવો પ્રગટાવવા ઉપરાંત, એક એવી સરલ વિધિ છે કે જેથી તમને વેપારમાં વૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય, નિંદાથી મુક્તિ, રાજનૈતિક પ્રગતિ, કાયદાકીય બાબતોમાં વિજય મળવા ઉપરાંત તમારા શત્રુઓ પણ મિત્ર બને અને પરિવારમાં પ્રેમ વધે એમાં સહાયક સિદ્ધ થાય છે. સાડા સાતી (Sade Sati)માંથી પસાર થનારા લોકો પણ ઉચ્ચ પદે વિરાજમાન થવાના દાખલા છે!

શનિદોષ (Shani Dosh) દૂર કરવાની સૂક્ષ્મ વિધિ
જ્યોતિષ મત અનુસાર, પ્રત્યેક સવારે અથવા સૂર્યાસ્ત સમયે, પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને લગભગ અડધો કલાક ખુલ્લા પગે, જૂતા-ચપ્પલ પહેર્યા વિના જ (Without Wearing Shoes) જમીન પર ચાલવું. આ દરમિયાન, જો સંભવ હોય તો ‘ॐ શં શનૈશ્ચરાય નમ:’ મંત્રનો જાપ કરી શકો છો.
એવી પણ માન્યતા છે કે આ પ્રમાણે ખુલ્લા પગે (Walking Barefoot) ચાલવાથી શનિનો પ્રભાવ ધીમે-ધીમે ઓછો થઇ શકે છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો આ પ્રમાણે ચાલવું એ સ્વાસ્થ્ય (Health) માટે પણ ઉત્તમ ગણાય છે. આધ્યાત્મિક રુપે પણ આમ કરવું શનિના અશુભ પ્રભાવને ઓછો કરીને જાતકને રાહત પ્રદાન કરે છે એવી સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!
આ પણ વાંચો: શનિની આ વીંટી પહેરવાથી આ 5 રાશિઓને મળશે સુરક્ષા કવચ…જાણો ધારણ કરવાના નિયમો..!
આ પણ વાંચો: રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ ભૂલથીયે ન કરવું આ કામ…અજાણતા છીનવાઇ શકે છે સુખ-ચેન…!!
