Dharm & Bhakti: પંચાંગ અનુસાર, 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ સાંજે 4 વાગીને 5 મિનિટ પર શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, શનિનું આ પરિવર્તન (Shani Nakshatra Transit) તમામ રાશિઓ પર અસર કરશે.
શનિનું નક્ષત્ર પરિવર્તન (Shani Nakshatra Transit) 17 એપ્રિલના રોજ થશે
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાય, કર્મ અને અનુશાસનનો ગ્રહ માનવામાં આવે છે. શનિ ગ્રહ (Shani Graha)ને કર્મોનું ફળ પ્રદાન કરનાર દેવ કહેવામાં આવે છે જે મનુષ્યને એના સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. શનિનો માનવ જીવન પર ઘણો જ ગહન પ્રભાવ જોવા મળે છે. આ ઉપરાંત, સાડાસાતી અને ઢૈયા (Sade Sati and Dhaiya)ને શનિના સૌથી પ્રભાવશાળી સમય ગણવામાં આવે છે. આ દરમિયાન, વ્યક્તિને ધીરજ, મહેનત અને યોગ્ય માર્ગ પર ચાલવાની સલાહ આપવામાં આવે છે.
પંચાંગ અનુસાર, 17 એપ્રિલ 2026, શુક્રવારના રોજ સાંજે 4 વાગીને 5 મિનિટ પર શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર (Uttarabhadrapada Nakshatra)ના ચોથા ચરણમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, શનિનું આ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ, કેટલીક રાશિઓ માટે આ સમય વિશેષ લાભકારક સાબિત થશે. આ દરમિયાન, કેરિયર, ધન અને કૌટુંબિક જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. તો ચાલો હવે જાણીએ કે કઇ-કઇ રાશિઓ (Zodiac Signs)ને એનો સૌથી વધુ લાભ મળી શકે છે?

મેષ રાશિ
મેષ રાશિ (Mesh Rashi)ના જાતકો માટે આ સમય ધીમે-ધીમે પ્રગતિ લાવશે. ઘણા વિલંબિત કાર્યો પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે. નોકરી અથવા બિઝનેસમાં નવી જવાબદારીઓ મળી શકે છે. આથી તમારી ઓળખ અને સન્માન વધશે. આર્થિક સ્થિતિમાં સુધઆરો થશે અને કમાણીના નવીન માર્ગો ખુલી શકે છે. પરિવારનો માહોલ શાંત રહેશે અને ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઇ રહેશે.

કર્ક રાશિ
કર્ક રાશિ (Kark Rashi)ના લોકો માટે આ પરિવર્તન રાહતભરેલું સાબિત થઇ શકે છે. લાંબા સમયથી રોકાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે. તમે તમારી જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવી શકશો. જૂની સમસ્યાઓ ધીમે-ધીમે ખતમ થશે, જેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ અગાઉથી બહેતર બનવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ
સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકો માટે આ સમય સકારાત્મક પરિવર્તન લઇને આવી શકે છે. કુટુંબ સાથેના સંબંધો મજબૂત થશે અને ઘરનું વાતાવરણ સરસ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને જૂની પીડાઓમાંથી રાહત મળશે. તણાવ ઓછો થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે બહેતર નિર્ણયો લઇ શકશો અને લાંબા સમયથી કરવામાં આવતી તમારી મહેનત હવે રંગ લાવશે. રોકાણના નવા મોકા પણ મળી શકે છે જે તમને ભવિષ્યમાં ફાયદો આપશે.
આ પણ વાંચો: અખંડ જ્યોતિનું રહસ્ય…આ શક્તિપીઠમાં વાટ વિના પણ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે..!
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેત
