Lifestyle: શું તમે જાણો છો કે કેમિકલયુક્ત બ્લીચ નો ઉપયોગ કરવા માટે તમારી ત્વચા ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે? જો તમે તમારી સ્કિન હૅલ્થને ઉત્તમ રાખવા માગતા હો તો તમારે કેમિકલ ફ્રી અર્થાત્ કુદરતી બ્લીચ (Natural Bleach)ને તમારી સ્કિન કેર (Skin Care) રુટિનમાં સામેલ કરી લેવું જોઇએ. હવે પ્રશ્ન એ છે કે, આખરે નેચરલ બ્લીચ શી રીતે બનાવવું? આજે તમને અમે ઘરે બેઠા જ કુદરતી બ્લીચ બનાવવાની સરળ નુસખા અંગે જણાવીશું…
શી રીતે બનાવશો કેમિકલ ફ્રી બ્લીચ? (Natural Bleach)
નેચરલ બ્લીચ બનાવવા માટે તમને આટલી ઘરગથ્થુ સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 ચમચી ચોખાનો લોટ
લીંબુનો રસ
ગુલાબજળ
મધ
હવે આ તમામ સામગ્રીને મિક્સ કરી લો. તમારું કુદરતી બ્લીચ મિનિટોમાં તૈયાર છે.

બ્લીચ કરવાની વિધિ
1. સૌપ્રથમ ચહેરાને ધોઇ લો. પછી આખા ચહેરા પર અને ગરદન પર સરસ રીતે અપ્લાય કરી લો.
2. ઉત્તમ પરિણામો મેળવવા માટે તમારે આશરે 40 મિનિટ સુધી આ બ્લીચને લગાવી રાખવાનું રહેશે.
3. જ્યારે પણ એ સુકાઇ જાય ત્યારે હળવા હાથે ફેસ અને નેકનો મસાજ કરવો.
4. મસાજ કર્યા બાદ તમારે તમારી ત્વચાને પાણી વડે સ્વચ્છ કરી લેવી.
5. અહિં અવશ્ય ધ્યાન રાખવું કે, બ્લીચને ચહેરા પર લગાવતા પહેલા પૅચ ટેસ્ટ કરવાનું ભૂલવું નહિં.

ત્વચા માટે ફાયદાકારક
જો તમે ટેનિંગની સમસ્યાથી મુક્ત થવા માગો છો તો આ હોમમેઇડ બ્લીચનો ઉપયોગ કરી શકો છો. ત્વચાની રંગતને ઘણી હદ સુધી આનાથી સુધારી શકાય છે. શુષ્ક અને નિર્જીવ ત્વચાને મુલાયમ બનાવવા માટે આ કેમિકલ ફ્રી બ્લીચનો ઉપયોગ અવશ્ય કરી શકાય છે.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક
