મુંબઈ
દેશવાસિયોનું જનરલ નોલેજ પરખવા વાળો લોકપ્રિય રિયાલિટી શો ‘કોન બનેગા કરોડપતિ’ની 10 મી સિઝન 3 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ રહી છે. આ શોના હોસ્ટ મહાનાયક અમિતાભ બચ્ચનએ આ વિશે માહિતી આપી છે. દરેક વખતની જેમ આ વખતે પણ ‘કેબીસી’માં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. આ 10 પોઇન્ટ્સમાં જાણો આ વખત કેબીસીમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.
– સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગ્યે આવનાર કેબીસીમાં આ વખતે કુલ 60 એપિસોડ હશે. જયારે ગયા વર્ષે આ શોના કુલ 52 એપિસોડ હતા.
-ગત વર્ષે ટેગલાઈન ‘ધ ફ્રાઈડેઝ- નઈ ચાહ નઈ રાહ’ હતી. આ વખતે ‘ઓર્ગયૂમેંટેડ રિયલિટી’ હશે.
-મળતી માહિતી મુજબ આ વખતે કેબીસીની માર્કેટિંગમાં 7-8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
-આ વર્ષે 15 દિવસમાં 3.1 કરોડથી વધારી રજીસ્ટ્રેશન કેબીસીને મળ્યા છે.
-રવિવારે 2 સપ્ટેમ્બરે આ શોનો સ્પેશિયલ ‘કર્ટન રેજર’ એપિસોડ કરવામાં આવશે.
-કંટેસ્ટેંટના માટે ઉપલબ્ધ ઓપ્શન 50-50, ઓડિયન્સ પોલ, જોડીદાર, ગત વર્ષની જેમ રહેશે.
T 2915 – and KBC gets official .. a press conference on the KBC set .. its 3rd Sept 2018 .. 10th season .. and 18 years on it ! pic.twitter.com/245hHO9pgV
— Amitabh Bachchan (@SrBachchan) August 28, 2018
-આ વખતે ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફલાઈન આવશે. જેમાં વીડીયો કોલિંગ દ્રારા એક એક્સપર્ટની મદદ લઇ શકાશે.
-કેબીસી 10 ના ફોર્મેન્ટમાં પહેલીવાર ઓડિયો-વિઝ્યુલ સવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રમતોથી લઈને રાજનીતિ સાથે જોડાયેલ હશે.
-દરેક શુક્રવારે ‘કેબીસી કરમવીર’ સ્પેશિયલ એપિસોડ રજુ થશે. જેમાં સમાજના હકારાત્મક બદલાવ લાવનારા હસ્તિઓને આમંત્રણ આપવામાં આવશે.
-આ વખતે શોની ભાષા હિન્દીને પણ પ્રોમોટ કરવામાં આવશે. અમિતાભ બચ્ચન પોતાના એક નિવેદનમાં સ્પષ્ટ કરી ચુક્યા છે કે આ શોની ભાષા હિન્દી છે.
