Dharma & Bhakti/ ઘરની પશ્ચિમ દિશા પર પ્રભાવ છે શનિદેવનો, વાસ્તુ શાસ્ત્ર કહે છે, ભૂલથીયે ના કરશો આ ભૂલો!!

West Direction (પશ્ચિમ દિશા) માં કરવામાં આવેલી ભૂલોનું નુકસાન દરેક વ્યક્તિએ વેઠવું પડે છે, આથી જ વાસ્તુશાસ્ત્રમાં આમ ન થાય એ માટેનું માર્ગદર્શન આપેલું છે…

Dharma & Bhakti Religious Rashifal Trending
West Direction,પશ્ચિમ દિશા, શનિ દેવ, વાસ્તુ શાસ્ત્ર

Dharm & Bhakti: વાસ્તુશાસ્ત્ર (Vastu Shashatra) અનુસાર, દરેક ગ્રહની પોતાની દિશા હોય છે. શું તમે જાણો છો, ન્યાયના દેવતા એવા શનિ ગ્રહ (Shani Grah)ની કઈ દિશા છે? એ છે પશ્ચિમ દિશા (West Direction)! આ દિશામાં કરવામાં આવેલી ભૂલોનું નુકસાન દરેક વ્યક્તિએ વેઠવું પડે છે, આથી જ વાસ્તુશાસ્ત્રમાં એવી ભૂલો ન થાય એ માટેનું માર્ગદર્શન આપેલું છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ-કઈ 5 ભૂલો (Mistakes) છે જે આપણે ન કરવી જોઇએ. અહિં આ લેખમાં, આ અંગે વિસ્તૃત રીતે જાણીશું.

ન્યાયના દેવતા શનિ મહારાજની છે પશ્ચિમ દિશા

વાસ્તુશાસ્ત્રમાં ગ્રહોને અનુલક્ષીને, જે-તે ગ્રહ સંબંધી દિશાઓમાં અમુક સકારાત્મક પરિવર્તનો કરીને જીવનને કેવી રીતે માણી શકાય અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલું છે. જો કોઇ દિશા (Direction)ને તમે સુવ્યવસ્થિત ન રાખો તો એ દિશા સાથે જોડાયેલા ગ્રહના ખરાબ પરિણામો તમને પ્રાપ્ત થઇ શકે છે. આજે આપણે ન્યાયના દેવતા શનિ મહારાજની પશ્ચિમ દિશા (West Direction)ને લગતી અમુક બાબતોનો આ લેખમાં ઉલ્લેખ કરીશું. પશ્ચિમ દિશામાં કઈ ભૂલો ન કરવી જોઇએ તથા શું કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે એ વિશે સવિસ્તાર જાણીશું.

શનિ ગ્રહની પશ્ચિમ દિશા (West Direction) માં ન કરવી આ ભૂલો

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. ન્યાયના દેવતા શનિ મહારાજ પશ્ચિમ દિશાના અધિપતિ છે. જો આ દિશામાં અમુક ભૂલો કરવામાં આવે તો જીવનમાં અનેક સમસ્યાઓનું આગમન થઇ શકે છે.

West Direction,પશ્ચિમ દિશા, શનિ દેવ, વાસ્તુ શાસ્ત્ર

1. ઘણા લોકો એમના ઘરના પશ્ચિમ ખૂણામાં મંદિર (Temple)ની સ્થાપના કરે છે પરંતુ, વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવુ યોગ્ય નથી. આવું કરવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓનું આગમન થઇ શકે છે. વિશેષ કરીને, ઘરના મોભીની કારકિર્દી (Career)માં ઘણા ઉતાર-ચડાવ આવ્યા કરે છે. વળી, પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ પણ વણસી શકે છે અને આવી સતત રહેતી ખરાબ નાણાકીય પરિસ્થિતિ (Bad Economic Condition)માંથી ઉગરવાનો કોઇ માર્ગ જણાતો નથી!

2.ક્યારેય પણ પશ્ચિમ દિશામાં રસોડા (Kitchen)નું નિર્માણ ન કરાવવું જોઇએ. આ દિશામાં કિચન હોય તો ઘરમાં નાણાકીય ભીડ પડે છે અને અન્ય પ્રકારની આર્થિક તકલીફોનું પણ નિર્માણ થઇ શકે છે. સૌથી ગંભીર બાબત એ છે કે પશ્ચિમે રસોડું હોવાને કારણે ઘરમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓની પણ અછત સર્જાઇ શકે છે!

West Direction,પશ્ચિમ દિશા, શનિ દેવ, વાસ્તુ શાસ્ત્ર

3. જો તમારા ઘરના સભ્યો વચ્ચે આંતરિક મતભેદો રહ્યાં કરતા હોય તો તમારા ઘરની પશ્ચિમ દિશા આવશ્ય તપાસી લેવી! આ દિશામાં જો તમારો શયનખંડ હોય તો પણ આવી પરિસ્થિતિ પેદા થઇ શકે છે આ ઉપરાંત, જો પતિ-પત્નીનો બેડરુમ (Bedroom)પશ્ચિમે હોય તો એમની વચ્ચે અંતર વધતુ જાય છે અને છેવટે એમને અલગ થવાની પરિસ્થિતિ પણ ઊભી થઇ શકે છે! આથી જ પશ્ચિમ દિશામાં ભૂલથી પણ સૂવાનો ઓરડો બનાવવો જોઇએ નહિં.

4. જો તમારું સ્નાનઘર (Bathroom or Balcony) અથવા ઝરુખો પશ્ચિમે છે તો એ તમારા ઘરમાં કલહ-કંકાસનું નિર્માણ કરી શકે છે. આ દિશામાં બાથરુમ હોવાને કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે અને બાલ્કની હોવાથી ઘરના સભ્યો વચ્ચે હંમેશાં લડાઈ-ઝઘડા થયા કરે છે. આથી જ, આ દિશામાં ભૂલથી પણ તમારે બાલ્કની કે બાથરુમ ન બનાવવા જોઇએ.

West Direction,પશ્ચિમ દિશા, શનિ દેવ, વાસ્તુ શાસ્ત્ર

5. ઘરનો તૂટેલો-ફૂટેલો સામાન (Waste Luggage) પશ્ચિમ દિશામાં ન રાખવો. આમ કરવાથી, શનિદેવનો પ્રકોપ વધી જાય છે અને જેના કારણે તમારું જીવન અનેકવિધ સમસ્યાઓથી ઘેરાઇ શકે છે. આ ઉપરાંત, તમારા બનતા કામો બગડી જવાથી તમારી પ્રગતિ રુંધાઇ શકે છે! આથી જો ઘરમાં આવો રદ્દી સામાન પડેલો હોય તો, એનો તમારે સત્વરે નિકાલ કરવો જોઇએ.

પશ્ચિમ દિશાના દોષથી મુક્ત થવાના ઉપાયો

1. ન્યાયના દેવતા શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે જરુરી છે કે, તમારા ઘરની પશ્ચિમ દિશાને હંમેશાં સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખો.

2. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ દિશામાં વરુણ યંત્ર (Varun Yantra) સ્થાપિત કરવાથી પણ દિશા દોષ (Disha Dosh)નું નિવારણ કરી શકાય છે.

3. પશ્ચિમ દિશાના દોષને દૂર કરવા માટે તમારે ત્યાં ભારે રાચરચીલું રાખવું જોઇએ. ભારેખમ ફર્નિચરને આ દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે.

4. જો તમે શનિદેવના કોપથી બચવા માંગો છો તો, ઘરની પશ્ચિમે આવેલા ઓરડાની દિવાલ પર જળ તત્વ સાથે જોડાયેલી તસવીરો જેવી કે, વહેતી નદી, ઝરણા, તળાવ, સરોવર વગેરે લગાવવી જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ…