મને તમારા પર ગર્વ છે!!/ પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત બાદ પતિના પ્રેમમાં લખી અનુષ્કા શર્માએ ઇમોશનલ પોસ્ટ..

વિરાટ કોહલીની પત્ની બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ આ જીત સાથે એક ઈમોશનલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે

Top Stories Trending Sports

ICC T20 વર્લ્ડ કપની પહેલી જ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. તેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચના રિયલ હીરો બનેલા વિરાટ કોહલીની પત્ની બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માએ આ જીત સાથે એક ઈમોશનલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 પોસ્ટમાં અનુષ્કાએ લખ્યું છે, ‘તમે સુંદર છો!! તમે ખૂબ સુંદર છો!! તમે આજની રાતે લોકોના જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવ્યા છો અને તે પણ દિવાળીના પર્વ પર! તમે અદ્ભુત અદ્ભુત માણસ છો, મારા પ્રિય. તમારી ધીરજ, દૃઢ નિશ્ચય અને વિશ્વાસ મનને વિચારતા કરે તેવું છે!!’

વધુમાં અનુષ્કાએ લખ્યું,  ‘મેં હમણાં જ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ જોઈ છે, હું રૂમમાં મારી ખુશી વ્યક્ત કરી રહી હતી, કુદા-કુદ કરતી હતી. આપણી દીકરી મને જોઇ રહી હતી, જો કે આપણી પુત્રી હજુ એ સમજવા માટે ખૂબ જ નાની છે કે તેની માતા શા માટે નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, એક દિવસ તે સમજી જશે કે તેના પિતાએ ખૂબ સરસ ઇનિંગ રમી હતી. તે પણ તેમના એક મુશ્કેલીભર્યા તબક્કા પછી, તે પહેલા કરતાં વધુ મજબૂત અને સમજદાર નીકળ્યા! મને તમારા પર ગર્વ છે!!તમારી તાકાત સંક્રામક છે!!’

નોંધનીય છે કે રોમાંચથી લઈને મનોરંજનથી ભરપૂર આજની મેચમાં ક્રિકેટ પ્રેમીઓ માટે બધું જ હતું. પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની આ જીત હંમેશા યાદ રહેશે. આજની મેચમાં વિરાટ કોહલીએ અશક્યને શક્ય બનાવી દીધું. એક સમયે એવું લાગતું હતું કે, આ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે, પરંતુ વિરાટે પોતાના અનુભવો અને શાનદાર બેટિંગના આધારે પાકિસ્તાનના હાથમાંથી આ મેચ છીનવી લીધી.