production/ ખાંડના ઉત્પાદનમાં 52%નો વધારો, શું ભાવમાં ઘટાડો થશે…?

વાર્ષિક તુલનાએ દેશમાં ખાંડના ઉત્પાદનમાં 52 ટકાનો વધારો થયો છે. જથ્થાની રીતે ખાંડ ઉત્પાદનમાં 22.18 લાખ ટનની વૃદ્ધિ થઇ છે.

Top Stories Business

કોરોનાનાકાહેર વચ્ચે ચાલુ વર્ષે મબલખ માત્રામાં શેરડીનું ઉત્પાદન થયું છે. તેને પગલે નવી સીઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન પણ વધી રહ્યુ છે. દેશમાં ખાંડનુ ઉત્પાદન 1 ઓક્ટોબર 2019થી 30 નવેમ્બર 2020 દરમિયાન 42.90 લાખ ટને પહોંચ્યુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 20.72 લાખ ટન ઉત્પાદન થયુ હતુ. આમ વાર્ષિક તુલનાએ દેશમાં ખાંડના ઉત્પાદનમાં 52 ટકાનો વધારો થયો છે. જથ્થાની રીતે ખાંડ ઉત્પાદનમાં 22.18 લાખ ટનની વૃદ્ધિ થઇ છે.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)નું કહેવુ છે કે, સીઝન વર્ષ 2020-21માં 30 નવેમ્બર સુધી 408 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં 309 મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી. હાલ સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન 20લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

નવી સીઝન દરમિયાન દેશમાં ઉત્તરપ્રદેશમાં 30 નવેમ્બર 2020 સુધી 12.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન 11.46 લાખ ટન હતુ. રાજ્યમાં 111 સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં 158 સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી 71 સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી 15.72 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. ગુજરાતમાં 30 નવેમ્બર સુધી કુલ 1.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 62 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં 15 સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 14 સુગર મિલો ચાલી રહી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…