Gujarat Weather/ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી હવામાનમાં આવ્યો પલટો,માવઠાની શક્યતા 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના ઉત્તર ભાગમાં કમોસમી વરસાદ (Mavathu) ની શક્યતા. સાબરકાંઠામાં હળવો વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News
Mavathu

Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના ઉત્તર ભાગમાં માવઠું  (Mavathu) પડવાની શક્યતા વ્યક્ત થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં isolated places પર હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાની શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ રહ્યો છે.

મુખ્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વિગતો

શહેરો

તાપમાન

શહેરો

તાપમાન

નલિયા 10.4 °C જામનગર 14.2 °C
અમદાવાદ 16.8 °C કંડલા 16.5 °C
ગાંધીનગર 16 °C પોરબંદર 16 °C
અમરેલી 14.6 °C રાજકોટ 14.8 °C
ભુજ 15.4 °C સુરત 17.8 °C
દાહોદ 14.3 °C ડાંગ 15.7 °C
ડિસા 15.3 °C

આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યના 18થી વધુ શહેરોમાં પારો 15 °Cથી ઉપર ગયો છે, જેનાથી ઠંડીમાં રાહત મળી છે. IMD મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં વધારાની કોઈ મોટી શક્યતા નથી, પરંતુ લઘુત્તમ તાપમાનમાં 2-3 °Cનો ઘટાડો થઈ શકે છે અને પછી ધીમે ધીમે વધારો થશે.

કચ્છ સહિતના વિસ્તારોમાં થશે માવઠું (Mavathu)

બનાસકાંઠા,પાટણ,કચ્છના ઉત્તર ભાગમાં,મહેસાણા,અરવલ્લી અને સાબરકાંઠામાં માવઠાની (Mavathu)સંભાવના છે.IMDના 22 જાન્યુઆરી 2026ના સાંજના બુલેટિન મુજબ, Day-1 (23 જાન્યુઆરી સુધી)માં ઉત્તર ગુજરાત અને કચ્છમાં જ હળવી અસર જોવા મળી શકે છે. આ પછી 24 જાન્યુઆરીથી મોટે ભાગે સૂકું રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયાકાંઠે પવનની ગતિ 20થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન ફૂંકાશે. ગાજવાજ અને કમોસમી વરસાદના કારણે માછીમારોને આગામી બે દિવસ (23-24 જાન્યુઆરી) દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા અને ખરાબ હવામાનનું જોખમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:જાન્યુઆરીના અંત સુધી ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા